Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાહોદ નજીક રેલ દુર્ઘટના: ટ્રેન પાટા પરથી ઉતરી જતાં કેબલો કપાયા, કોઇ જાનહાનિ નહી

દાહોદ નજીક રેલ દુર્ઘટના: ટ્રેન પાટા પરથી ઉતરી જતાં કેબલો કપાયા, કોઇ જાનહાનિ નહી
, સોમવાર, 18 જુલાઈ 2022 (09:28 IST)
આજે દાહોદ નજીક એક રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રેલવેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી.  જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઘટના અંગે રેલવેના અધિકારીઓને જાણ થતાં અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના પગલે મુંબઇ-દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાઇ ગયો હતો. 
 
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ નજીક દિલ્હી મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 12 ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 
 
દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. રેલવે ટ્રેકનું તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

President Election - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થશે, ક્રોસ વોટિંગ પર પાર્ટી એલર્ટ