Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત શહેરમાં PUBG પર મૂકાયો પ્રતિબંધ,રમવા પર થશે સજા

સુરત શહેરમાં PUBG પર મૂકાયો પ્રતિબંધ,રમવા પર થશે સજા
, શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (13:34 IST)
અમદાવાદમાં શાળા-કોલેજો બાદ હવે સુરતમાં પણ PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. બાળકોના માનસ પર ગેમને કારણે થતી અસરને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનરે શહેરની હદમાં PUBG રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરનું આ જાહેરનામું 15 માર્ચ સુધી અમલમાં રહેશે.પોલીસ કમિશનર સતીશ શર્માએ પોતાના જાહેરનામામાં આ પ્રતિબંધ મૂક્યો છે. જાહેરનામા પ્રમાણે PUBGતેમજ બ્લૂ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા કોઈ વ્યક્તિને આવી કોઈ ગતિવિધિમાં સામેલ હોય તેની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અથવા મૌખિક જાણ કરવા અપીલ કરાઈ છે.જાહેરનામામાં ઉલ્લેખ છે કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ તેમજ ગૂગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પબજી, બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ તેમજ તેના જેવી બીજી ગેમની લિંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને હટાવવી જરૂરી બનશે. ગુનાની તપાસ કામગીરીમાં સામેલ એજન્સી તેમજ શૈક્ષણિક સંશોધનો માટે આ ગેમનો ઉપયોગ કરનાર લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs NZ LIVE: ન્યૂઝીલેંડે ભારતને આપ્યુ 159 રનનુ ટારગેટ