- નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી
- ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, અને તેનું લોન્ચિંગ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી હતી. કે. કૈલાશનાથન દ્વારા સમગ્ર રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી હતી.
આજે સાબરમતી ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત અભય ઘાટ ખાતે યોજાનારી જાહેર સભામાં કુલ 28 જેટલા આધુનિક અને જુનવાણી બંને પ્રકારના ચરખા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું ગુજરાતની જનતા તરફથી સ્વાગત કરું છું. જે ભૂમિ પરથી બ્રિટિશ સરકારને હલાવી દેવાઈ એવા આજે દાંડીકૂચ દિવસે સાબરમતી ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ થશે.આધુનિક ભારતનું તીર્થ સ્થળ છે. આશ્રમમાં 5 એકરમાં મૂળ સ્મારક છે. વડાપ્રધાનનો વિચાર છે કે આ ગાંધીજીના વિચારોને વિશ્વ સુધી ફેલાય તેના માટે ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રૂ.1200 કરોડના ખર્ચે થશે. ગાંધી આશ્રમના રહેવાસીઓ અને ટ્રસ્ટીઓ વિના આ શક્ય નહોતું. આજે આ અવસરે તમામ ટ્રસ્ટીઓ અને રહેવાસીઓનો આભાર માનું છું.