Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વ વિદ્યાલયનુ ગૌરવ

સર્વ વિદ્યાલયનુ ગૌરવ
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (15:30 IST)
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શ્રી વલ્લભભાઈ એમ પટેલ (પ્રેસીડેંટ કડી સર્વ વિશ્વવિદ્યાલય,  ગાંધીનગર, ચેરમેન-સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર અને ચેરમેન - કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડી) ની  નિયુક્તિ રેલવે મંત્રાલય હેઠળ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમ ઈન્ડિયન રેલવે ફાઈનેંસ કોર્પોરેશન (IRFC) નવી દિલ્હીમાં નોન ઓફિશિયલ ઈન ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે તા. 9 નવેમ્બર 2021થી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)ની સ્થાપના ભારતીય રેલવેના એક સમર્પિત નાણાકીય સ્ત્રો તરીકે ભારતીય અને વિદેશી બજારોમાંથી નાણાભંડોળ એકત્ર કરવા માટે વર્ષ 1986માં કરવામાં આવી હતી. IRFC નો મૂળ ઉદ્દેશ્ય ભારતીય રેલવેની આવશ્યક્તાઓની પૂર્તિ કરવા માટે ફાળવેલ અંદાજપત્રીય સંસાધનો ઉપરાંત કંપની દ્વારા બજારમાંથી સ્પર્ધાત્મક દરે અને શરતે નાણાભંડોળ ઊભુ કરવાનો છે. વધુમાં રાષ્ટ્રની માંગને પહોંચી વળવા માટે  IRFC અસક્યામતોના સર્જન અને તેને ભારતીય રેલવેને લીઝ આપવામાં મદદરૂપ થાય છે. 
 
શ્રી વલ્લભભાઈ એમ. પટેલ નોન-ઓફિશિયલ ઈનડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કંપનીના બોર્ડનો હિસ્સો હશે અને IRFCને તેના સંસાધનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ નીવડી એક માર્ગદર્શક પરિબળ બની રહેતા કોર્પોરેશનને ગૌરવ શિખરો સર કરવા માટે સક્ષમ બનાવશે. આમ, તેઓશ્રી બોર્ડના અન્ય સભ્યો સાથે 21મી સદીમાં નવા ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kutch Rann- કચ્છની રણ સીમાએ પથરાશે સફેદ પ્રકાશ