Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કોના કહેવાથી થયું

ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કોના કહેવાથી થયું
, શુક્રવાર, 21 જુલાઈ 2017 (11:33 IST)
17મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની યોજાયેલ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમારને હરાવીને રામનાથ કોવિંદ 65.65 ટકા વોટ સાથે જીતી ગયા અને દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યાં. ત્યારે આ ચૂંટણી માટે ગુજરાતમાં ગુજરાતમાં ભાજપની સરકારના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે મોદી વિરૂદ્ધ ઉભી કરેલી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી જીતેલા ધારાસભ્ય નલિન કોટડિયાએ સૌપ્રથમ ક્રોસ વોટિંગ કરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતમાંથી કુલ ૧૮૨માંથી ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.

જનતા દળના છોટુ વાસાવાએ મતતદાન કર્યું નહોતું જ્યારે ભાજપના ધારાસભ્ય અમિત શાહે દિલ્હીમાંથી મતદાન કર્યું હતું.ક્રોસ વોટિંગ કરનારા બળવાખોર ધારાસભ્યોએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપીને પક્ષના વ્હીપનો ભંગ કર્યો હતો. કોંગ્રેસના કુલ ૫૭ ધારાસભ્યોમાંથી ૮એ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવા માટે કોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે.જેને પગલે કોંગ્રેસ પોતાના આવા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરી શકે છે. આ ઘટનાને લઈને સુત્રોમાં એવી અટકળો જામી છે કે ક્રોસ વોટિંગ શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં કરવામાં આવ્યું છે. સુત્રો એવું પણ જણાવે છે કે ભાજપ આ મુદ્દે પહેલાંથી જ શંકરસિંહ વાઘેલા પર નજર રાખી રહ્યો હતો. કોંગ્રેસમાં આ ફૂટ મોટું નુકસાન પણ કરાવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

(Live Video) રિલાયંસ ઈંડસ્ટ્રીઝની AGMમાં મુકેશ અંબાની ....