Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રશાંત ભૂષણે કરી ભગવાન કૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી, કેસ નોંધાયો

પ્રશાંત ભૂષણે કરી ભગવાન કૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી, કેસ નોંધાયો
, સોમવાર, 3 એપ્રિલ 2017 (10:03 IST)
વરિષ્ઠ અધિવક્તા અને સામાજીક કાર્યકર્તા પ્રશાંત ભૂષણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એંટી રોમિયો દળોને એંટી કૃષ્ણ સ્કવાયડ કહેવાનો પડકાર આપીને એકવાર ફરી વિવાદોથી ઘેરાય ગયા છે. આ મામલે એક કોંગ્રેસ નેતાની લેખન સામગ્રી પર તેમના વિરુદ્ધ હજરતગંજ પોલેસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 
 
ભૂષણે પોતાના અધિકારિક ટ્વિટર  હેંડલ પરથી કરવામાં આવેલ એક ટ્વીટમાં કહ્યુ કે રોમિયોએ ફક્ત એક સ્ત્રી સાથે પ્રેમ કર્યો હતો. જ્યારે કે કૃષ્ણ તો લેજેંડ્રી ઈવ ટીઝર હતા. શુ આદિત્યનાથમાં દમ છે કે તે પોતાના પ્રહરી દળોને એંટી કૃષ્ણ સ્કવાયડ કહે. આટલુ જ નહી ભૂષણે આગળ કહ્યુ કે આપણે બધા બાળ કૃષ્ણ દ્વારા ગોપીયો સાથે રાસલીલાના કિસ્સા સાંભળીને મોટા થયા છે. એંટી રોમિયો સ્કવાયડના ગઠણ પાછળનો તર્ક આ અઠખેલીનુ અપરાધીકરણ કરી દેશે.  શુ તેનાથી ભાવનાઓ આહત નહી થાય. 
 
આ મામલે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જીશાન હૈદરની લેખન સામગ્રી પર ભૂષણ વિરુદ્ધ હજરતગંજ કોતવાલે4એમાં કેસ નોંધાયો છે. અધીક્ષક મંજિલ સૈનીએ જણાવ્યુ કે ભૂષણ વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની ધારા 295 (ધાર્મિક ભાવનાઓને નુકશાન પહોંચાડવુ) અને 153 એ (ધર્મના આધાર પર વૈમનસ્ય ફેલાવવુ) ના હેઠળ કેસ નોંધાયો છે. કોંગ્રેસ પ્રવક્તા હૈદરે કહ્યુ કે મે ભગવાન કૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરનારા પ્રશાંત ભૂષણ વિરુદ્ધ પ્રમાણપત્ર આપ્યુ છે. આ હિન્દુ કે મુસ્લિમનો સવાલ નથી. ભૂષણના ટ્વીટથી દુનિયાભરના કરોડો કૃષ્ણ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌથી મોટી રોડ ટનલ(ભૂગર્ભમાર્ગ)નું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું, જાણો તેની વિશેષતા