Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી સમયમાં ગુજરાતમાં બે વાવાઝોડા આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલની આગાહી

 cyclone
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (07:52 IST)
હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી  છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક  આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેબદુનિયા: હિન્દીની ફેવરમાં 'મોટો' અવાજ