Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વીટીના પુત્ર અંશની જવાબદારી PIની પહેલી પત્ની પૂજાએ લીધી; PI દેસાઈના 4 મિત્રોનાં નિવેદન લેવાયાં

સ્વીટીના પુત્ર અંશની જવાબદારી PIની પહેલી પત્ની પૂજાએ લીધી; PI દેસાઈના 4 મિત્રોનાં નિવેદન લેવાયાં
, શનિવાર, 31 જુલાઈ 2021 (08:09 IST)
સ્વિટી પટેલ હત્યા કેસમાં પીઆઇ દેસાઇની ધરપકડ બાદ સ્વિટીના પુત્ર અંશની દેસાઇની પહેલી પત્નિ પુજાએ જવાબદારી સ્વિકારી છે. સ્વિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીઆઈ દેસાઈના ચાર મિત્રો અને અટાલીની વૈભવ હોટલના સ્ટાફ સહિત કુલ 8 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં પીઆઈ દેસાઈની વૈભવ હોટલમાં સ્વિટી પટેલની ગુમ થયાના સમાચારના દિવસોમાં હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું.

બીજી તરફ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પીઆઈ અજય દેસાઈના ઘરની તપાસ કરતા દરવાજા પાસે સ્વિટીના સેંડલ અને ચંપલ પડેલા હતાં.તે જોઈ ક્રાઈમ બ્રાંચે પીઆઈને સ્વીટી ગુમ થઈ હોય અને ઘર છોડીને જતી રહી હોય તો તે ખુલ્લા પગે તો ઘર બહાર નિકળી ન હોય, આ પ્રશ્ન સાંભળી પીઆઈ દેસાઈ મુંઝાઈ જતા ક્રાઈમ બ્રાંચની શંકા વધુ ઘેરી બની હતી. દહેજની કિરીટસિંહ જાડેજાની વૈભવ હોટલના સ્ટાફ અને પીઆઈ અજય દેસાઈના ચાર મિત્રોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં હોટલના સ્ટાફ અને મિત્રોએ કબુલ્યું હતું કે, પીઆઈ દેસાઈની હાજરી અટાલીની બંધ પડેલી હોટલમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા વૈભવ હોટલના ભાગીદારો અંગે વિગતો મેળવવાની તેમજ હત્યા કેસમાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.સ્વિટી પટેલ હત્યા કેસમાં પીઆઈ અજય દેસાઈ દ્વારા જે જીપ કંપાસ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તે કાર પણ પોલીસે કબજે કરી છે. કારના માલિક જય પટેલ હોવાનું બહાર આવ્યું છે. જય પટેલ કિરીટસિંહ જાડેજા સાથે અંગત સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે જય પટેલ અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વિટી મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત કીરીટસિંહ જાડેજા અને તેના ભાગીદારો અંગે પણ તપાસ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનુ રાશિફળ (31/07/2021) - આજે આ 4 રાશિના જાતકોને મળશે તેમની મહેનતનુ ફળ