Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો, એર ક્વોલીટી ઇન્ડેક્સ 300ને પાર

pollution
, બુધવાર, 8 નવેમ્બર 2023 (12:47 IST)
અમદાવાદમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેમાં અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 300ને પાર થયુ છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં 303 AQI સાથે નવરંગપુરામાં 226, પીરાણા 211 AQI થયો છે.ચાંદખેડામાં 189, બોપલમાં 108 AQI સાથે સેટેલાઇટમાં 109, એરપોર્ટમાં 107 AQI છે.

દિવાળીમાં ફટાકડા, ધૂંધળા વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યુ છે. શ્વાસના દર્દી, નાના બાળકો, વડીલોને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પ્રદૂષણ જવાબદાર છે તે તબીબો જણાવી રહ્યાં છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar - મહિલાઓ પર આપેલ વિવાદિત નિવેદન પર CM નીતીશ કુમારે માંગી માફી, કરી આ વાત