Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીની સાતલડી અને કારી નદીના ધસમસતા પૂરમાં ફસાયેલા 21 લોકોને પોલીસ અને NDRFના જવાનોએ બચાવ્યા

અમરેલીની સાતલડી અને કારી નદીના ધસમસતા પૂરમાં ફસાયેલા 21 લોકોને પોલીસ અને NDRFના જવાનોએ બચાવ્યા
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:46 IST)
અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર પૂરના પાણીમાં 21 લોકો ફસાઈ જતા પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા.બાબાપુર ગામના પાટિયા પાસે સાતલડી નદીમાં પૂર આવતા બરોડા તરફથી સરંભડા ગામ આવી રહેલી બસ સાતલડી નદીના પાણીમાં ફસાઈ હતી.

બસમાં સવાર 19 લોકો ફસાઈ ગયા હોવાની પોલીસને જાણ થતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને બચાવ્યા હતા. પોલીસ દ્વારા સરકારી વાહનોમાં દોરડા બાંધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. અમરેલી ડીવાયએસપી જગદીશસિંહ ભંડારીએ કહ્યું હતું કે, પૂરના કારણે ચારેય તરફ પાણી વળ્યા હતા. જેમાં બસ ફસાતા પોલીસ જવાનોએ તમામ લોકોને ઉગારી લીધા હતા.સાતલડી નદીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ બાદ જિલ્લાના લીલીયામાં પણ રેસ્ક્યૂ હાથ ધરવાની ફરજ પડી હતી. લીલીયા પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભોરિંગડા ગામ નજીકથી વેળાવદર તરફ બે પરપ્રાંતીય મજૂર બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે તેનું બાઈક પાણીમાં ફસાઈ જતા NDRFની ટીમ આખી રાત દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને મજૂરોને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રતાપ દૂધાત પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.NDRFના પ્રવક્તા અનુપમના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં દળની ટીમે મધ્યરાત્રિના પોણા એક વાગ્યે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી ઉગારી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ કામગીરી 12 કલાક સુધી ચાલી હતી.28 અને 30 વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાંથી શાહીન વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાયું, આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા