Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદી આજે Ujjwala Yojana 2.0 કરશે લોન્ચ, નવા લાભાર્થીઓને મળશે LPG કનેક્શન

PM મોદી આજે Ujjwala Yojana 2.0 કરશે લોન્ચ, નવા લાભાર્થીઓને મળશે LPG કનેક્શન
નવી દિલ્હી: , મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (09:40 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉજ્જવલા યોજના-2ની શરૂઆત કરશે. આર્થિક રૂપથી નબળા વર્ગના માટે રસોઇ ગેસની આ સુવિધાની શરૂઆત પીએમ મોદી મહોબાથી આજે બપોરે 12:30 વાગે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા કરશે. આ દરમિયાન તે આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. 
 
આ કાર્યક્રમમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉજ્જવલા યોજના અને વિશ્વ બોયોફ્યૂલ દિવસ પર શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃતસર, દહેરાદૂન, ઇમ્ફાલ, ઉત્તરી ગોવા અને ગોરખપુરમાં એક-એક મહિલા લાભાર્થી સાથે વીડિયો કોન્ફ્રર્સિંગ દ્વારા પણ સંવાદ કરશે. ત્યારબાદ કાર્યક્રમને સંબોધિત કરશે. 
 
તમને જણાવી દઇએ કે ઉજજવલા યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ દરમિયાન ગરીબી રેખા નીચે રહેતા (બીપીએલ) પરિવારોની પાંચ કરોડ મહિલા સભ્યોને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો ટાર્ગેટ મુક્યો હતો. ત્યારબાદ આ યોજનાનો વિસ્તાર એપ્રિલ 2018 માં વધુ સાત શ્રેણીઓની મહિલા લાભાર્થીઓને સામેલ કરવા માટે કરવામાં આવશે. આ યોજનામાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, પીએમએવાઇ, એએમએવાઇ, સૌથી પછાત વર્ગ, વનવાસી, દ્વીપ સમૂહ સામેલ કરવામાં આવશે. લક્ષ્યને પણ વધારીને 8 કરોડ એલપીજી કનેક્શન કરી દેવામાં આવ્યા છે. આ લક્ષ્યને નક્કી સમયમર્યાદામાં પહેલાં ઓગસ્ટ 2019 માં પ્રાપ્ત કરી લેવામાં આવશે.  
 
નાણાકીય વર્ષ 21-22 ના કેન્દ્રીય બજેટમાં પીએમયુવાય હેઠળ એક કરોડથી વધુ એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. આ એક કરોડ વધારાનું પીએમયુવાય કનેક્શન (ઉજ્જવલા 2.0 હેઠળ) નો ઉદ્દેશ્ય તે ઓછી આવકવાળા પરિવરને જમા-મુક્ત એલપીજી કનેકશન આપવાના છે. જેમને પીએમયુવાય હેઠળના પ્રથમ તબક્કા હેઠળ કવર કરવામાં આવશે નહી.  
 
આ મળશે ફાયદા
ઉજ્જવલા 2.0 લાભાર્થીને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન સાથે પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત આપવામાં આવશે. સાથે જ ન્યૂનત પેપર વર્કની જરૂર પડશે. ઉજ્જવલા 2.0માં લોકોને રાશન કાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ જમા કરવાની જરૂર નહી પડે. ઉજ્જવલા યોજના ઓનલાઇન રજિસ્ટ્રેશન 2021 માટે અરજી પોતાની પસંદના કોઇપણ વિતરણ યોજનાની પાસે અરજી જમા કરવા અને ઓનલાઇન પોર્ટલના માધ્યમથી એપ્લિકેશન આપીને કરી શકે છે. એટલે કે આ વખતે ઘણા વિકલ્પ આપવામાં આવશે. તમે ભલે પોતાની મનપસંદ ડિસ્ટ્રિબ્યૂટર સિલેક્ટ કરી શકે છે. જેમ કે ઇંડેન ભારતીય ગેસ અથવા એચપી ગેસમાં કોઇપણ એક.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં કૂતરાના પટ્ટાની સાંકળ બાંધી MSUમાં ભણતા કોમર્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી