Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીએ કહ્યું, દેશમાં રિસર્ચ માટે નવા સેક્ટર ખુલ્યા, વિદ્યાર્થીઓને માતૃભાષામાં વિજ્ઞાનની સમજ આપવી જોઈએ

modi
, શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (13:05 IST)
આજે  સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. PM મોદીના હસ્તે કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સહિત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250થી વધુ ડેલિગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાયાં હતા. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.
webdunia

વડાપ્રધાન મોદીએ અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં કહ્યું હતુ કે, 21મી સદીના ભારત માટે આ કોન્કલેવ ક્રાંતિ લાવશે. ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ જઈ રહ્યું છે. સાયન્સ સિટીને નવી દિશા મળશે. ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં હાલ 46મા ક્રમે છે. આપણે 81થી 46 નંબર પર આવ્યાં છીએ. ભારતમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનના કુલ 200 કરોડ ડોઝ લાગ્યાં. ભારતના વૈજ્ઞાનિકો કમાલ કરી રહ્યા છે. વિદ્યાર્થીને માતૃભાષામાં વિજ્ઞાનની સમજણ આપવી જોઈએ. ભારતમાં રિસર્ચ માટે નવા નવા સેક્ટર ખોલી રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપની લહેર વિકાસ જણાવે છે.

અમદાવાદના સાયન્સ સિટીનુ આ મંથન નવી પ્રેરણા આપશે અને સાથે જ સાયન્સ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણા મળશે. સમાધાન, સોલ્યુશન, ઇવોલ્યુશનનો આધાર વિજ્ઞાન જ છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય અનુસંધાનની વાત કરી. તેઓએ કહ્યું કે હાલમાં વિશ્વમાં તબાહી અને ત્રાસદીનો દોર ચાલી રહ્યો છે. આવા સમયે પણ વૈજ્ઞાનિકો પોતાની ખોજમાં લાગેલા છે. વૈજ્ઞાનિકો પોતાનાં પ્રયોગોથી વિશ્વને ચોંકાવતા આવ્યા છે. વિજ્ઞાન આપણા સમાજનો સ્વાભાવિક હિસ્સો બનવો જોઇએ.તેમણે કહ્યું કે, આપણા દેશનાં વૈજ્ઞાનિકોની સિદ્ધિઓનું ગૌરવગાન કરવું જરૂરી છે. દરેક ક્ષેત્રમાં ભારતનાં વૈજ્ઞાનિકો હરણફાળ ભરે છે. આ કારણે ભારત ગ્લોબલ ઈનોવેશનમાં 46માં ક્રમે પહોંચ્યું છે. 2015માં ભારત ગ્લોબલ ઇનોવેશનમાં 81માં ક્રમે હતુ. આજે તે પ્રગતિ કરી ચૂક્યું છે. ભારતમાં રેકોર્ડ સંખ્યામાં પેટન્ટ થઇ રહ્યાં છે. કોન્ક્લેવમાં સાયન્સનાં ક્ષેત્રે અનેક સ્ટાર્ટ અપ આવ્યા છે. સ્ટાર્ટ અપની લહેર કહી રહી છે કે બદલાવ ઝડપથી આવી રહ્યો છે. યુવાનોએ પૂર્ણ શક્તિથી સહકાર આપવાનો છે. ભારતમાં નવા સેક્ટર ખુલી રહ્યાં છે.  NEPમાં માતૃભાષામાં સાયન્સ - ટેકનોલોજી ભણાવવા પર ભાર મૂકાયો છે. ભારતને રિસર્ચ - ટેકનોલોજીનું ગ્લોબલ સેન્ટર બનાવવા કામ કરો તે જરૂરી છે.આ કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્ર, લિડરશિપ સત્ર અને 9 પ્લેનેરી સત્રો યોજાશે. આ ઉપરાંત કોન્ક્લેવમાં તમામ 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ, 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો હાજરી આપશે. એટલું જ નહીં, 250થી વધુ ડેલીગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાશે. આ તમામ કાર્યક્રમ સાયન્સ સિટી, વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. કોન્ક્લેવના સત્રોમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, નીતિ આયોગ સચિવ, ડીએસટી સચિવશ્રી, ટોચના વૈજ્ઞાનિક, વરિષ્ઠ સ્તરના શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ પણ જોડાશે અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂં પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને રાજ્યોમાં STI (સાયન્સ ટેક્નોલિજી એન્ડ ઇનોવેશન) માટેના વિઝનને પહોંચી વળવાના ખાસ ઉદ્દેશ્ય સાથે આ બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ અંતર્ગત ‘અનુસંધાન સે સમાધાન’ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને ‘જીવનની સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru Paksha 2022 : પિતૃ પક્ષનો પ્રારંભ, આ રીતે કરો પિંડ દાન, જાણો પૂર્વજોના તર્પણની સાચી રીત