Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂજમાં કોરોના સંક્રમણનો હવાલો આપીને લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

ભૂજમાં કોરોના સંક્રમણનો હવાલો આપીને લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ
, બુધવાર, 12 ઑગસ્ટ 2020 (11:00 IST)
રાજ્યમાં  વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકડાઉનમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત બાદથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત જેવા શહેરો ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લાના ભૂજમાં વહિવટીતંત્ર દ્વારા લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
 
લોકો લાઉડસ્પીકર પર પ્રતિબંધનું કારણ જાણીને આશ્વર્યમાં છે, કારણ કે વહિવટીતંત્રનું કહેવું છે કે લાઉડસ્પીકરથી નિકળનાર તરંગ કોરોના વાયરસના સંક્રમણને વધારી દે છે. વહિવટી તંત્રએ મહાદેવ અમંદિરના એક મહંતને શ્રાવણ મહિનામાં સવારે અને સાંજે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવાના જવાબમાં વિચિત્ર કારણ સાથે નિયમ મંજૂરી કર્યો છે. 
 
ભૂજમાં તંત્ર દ્વારા લાઉડસ્પીકરો પર પ્રતિબંધ લગાવ્યા બાદ ભૂજમાં દિધામેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા માટે 20-07-2020 થી 20-08-2020 સુધી સવારે 8 થી 1 વાગ્યા સુધી રાત્રે 8 થી 10 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માટે એક અરજી કરી હતી. 
 
મહાદેવ મંદિરના મહંતથી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી અનુમતિને અનુરોધના જવાબમાં કાર્યકારી મેજિસ્ટ્રેટ અને મામલતદારે કારણ આપતાં રાજ્યમાં અને ખાસકરીને ભૂજ શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહામારીના પ્રસારને રોકવાનો ઉદ્દેશ્ય લાઉડસ્પીકર વગાડવાની અનુમતિ માટે તમારો અનુરોધ સ્વિકાર ન કરવામાં આવી શકે. 
 
તમને જણાવી દઇએ કે કોરોના કોઇ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેના કારણે વહિવટીતંત્ર લોકોને સામાજિક અંતર જાળવી રાખવા અને અનિવાર્ય રૂપથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને ફેલાતા રોકવા માટે પ્રતિબંધ કરવામાં આવેલા લાઉડસ્પીકર વિશે મામલતદાર દ્વારા કરવામાં આવેલા તર્કથી લોકો આશ્વર્યચકિત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેંગલુરુ હિંસા: એક ફેસબુક પોસ્ટ પર ભડક્યુ આખુ શહેર, જાણો ક્યારે થયુ, શું થયું