ઘરે લગ્નનો પ્રસંગ હોય અને જાન નિકળવાની તૈયારી હોય તે સમયે પોલીસ અચાનક આવે અને લગ્ન કરનાર યુવકને મહેમાનો વચ્ચે મારઝૂડ કરી પોલીસ સ્ટેશન લઇ જાય તો? આવો એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. મયૂર રાણા નામનો એક યુવક પોતાના પરિવાર સાથે વલસાડના છિપાવડ વિસ્તારમાં રહે છે. મયૂર બિલીમોરાના એક સ્કૂલમાં બાળકોને શિક્ષિત કરીને પરિવારનું ભરણપોષણ કરે છે.
મયૂર રાણાના લગ્ન થતાં પરિવારના સભ્ય આનંદ ઉલ્લાસથી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. જે સમયે મયૂરની પીઠી થઇ રહી હતી, તે સમયે અચાનક પોલીસની ગાડી આવી પહોંચી અને ત્યારબાદ પોલીસકર્મીઓ મયૂરને ઘરે પહોંચ્યા. આ દરમિયાન પીઠી લગાવવાનું ચાલું રહ્યું અને તેને ઉપાડીને પોલીસ સ્ટેશન લઇ ગયા. લગ્નના મંડપમાં જતાં પહેલાં વરરાજાને પોલીસ સ્ટેશન જતાં સગાસંબંધીઓ આશ્વર્યમાં પડી ગયા.
પોલીસે જણાવ્યું કે 16 વર્ષી વિદ્યાર્થીએ શિક્ષક મયૂર વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. એટલા માટે મયૂરની પોલીસની ધરપકડ કરી લીધી. એ પણ જાણવા મળ્યું છે કે પીઠી દરમિયાન પોલીસે મયૂર સાથે મારઝૂડ કરી હતી. તેથી લગ્ન સ્થળે હોબાળો મચી ગયો.
શિક્ષક મયૂર વિરૂદ્ધ નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી વલસાડ પોલીસે મયૂરની ધરપકડ કરી અને તેને નવસારી પોલીસને સોંપવાની ઓફર કરી છે. લગ્ન દરમિયાન છેડતીના કેસમાં વરરાજાની પોલીસે ધરપકડ કરી તો મહેમાન અને વરરાજાના સભ્યો આશ્વર્યમાં પડી ગયા.