ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. રવિવારે ગુજરાતમાં 44 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર હતું. જોકે, હવામાન વિભાગ પ્રમાણે સોમવારે ગરમીમાં સામાન્ય રાહત રહી શકે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.
તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવા છતાં અમદાવાદ, ગાંધીનગર તેમજ કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
ગરમીના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વધી રહી છે. સાથે બાળકોની ઓપીડી પણ વધી રહી છે. સૌથી વધી ઝાડા ઉલ્ટી થઈ રહી છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ગરમીનો શિકાર બની રહ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલમાં માર્ચ માસમાં 29528 દર્દીઓ ઓપિડીમાં આવ્યા .જ્યારે ચાલુ એપ્રિલ મહિનાની અત્યાર સુધીની ઓપીડી 31400 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે.સાથે બાળકો ઓપીડી પણ વધી છે.
ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં 1989 બાળકો ઓપીડીમાં સારવાર માટે સોલા સિવિલ આવ્યા.જેમાં 50 ટકા બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે.એપ્રિલ મહિના અત્યાર સુધીમાં 900 બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી.