Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં પેપરલીકને કારણે હેડક્લાર્કની પરીક્ષા રદ થતા બોલ્યા ગૃહમંત્રી દોષિતોને એવી સજા કરાશે કે પરીક્ષાર્થી પેપર લેવાની હિંમત નહીં કરે.

ગુજરાતમાં પેપરલીકને કારણે  હેડક્લાર્કની પરીક્ષા રદ થતા બોલ્યા ગૃહમંત્રી દોષિતોને એવી સજા કરાશે કે પરીક્ષાર્થી પેપર લેવાની હિંમત નહીં કરે.
, મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (14:34 IST)
પેપર લીક કાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દોષિતોને એવી સજા કરાશે કે પરીક્ષાર્થી પેપર લેવાની હિંમત નહીં કરે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં.

હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતીની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા. આ વિશે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. 24થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gram Panchayat Election Result - કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયા જાણી લો તેમના નામ