Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું, -શહેર પોલીસ કલાકો સુધી કયાંય દેખાઇ નહીં

Video - તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું, -શહેર પોલીસ કલાકો સુધી કયાંય દેખાઇ નહીં
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (12:30 IST)
ફિલ્મ પદ્માવતની આગે ગુજરાતની શાંતિ ડહોળી નાંખી છે. સુપ્રિમે આદેશ આપ્યા બાદ તોફાનો થવાની ભિતી હતી તેમ છતાંયે ગુજરાત પોલીસ ઉંઘતી રહી હતી.છેલ્લા કેટલાંય દિવસોથી પ્રદર્શનકારીઓએ ગુજરાતમાં ઠેર ઠેર એસટી બસો સળગાવવાનુ શરૃ કર્યુ છે તેમ છતાંયે પોલીસનું વલણ નરમ રહ્યુ છે. એસટી વ્યવહાર બંધ થતાં લોકોનો રોષનો ભોગ થવાના ડરથી સરકારના ઇશારે રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશ્નરે લાલ આંખ કરીને આંદોલનને ડામી દેવા કડક હાથે કામ લેવા આદેશ કર્યો હતો.
પ્રદર્શનકારીઓ સામે સાંપરાધ માનવવધ ગુનો દાખલ કરાશે તેવી ડીંગો હાંકવામાં આવી હતી. ઇસ્કોન મંદિર પાસેથી હિંસક પ્રદર્શન-તોડફોડ કરનાર તોફાની ટોળુ થલતેજ,હિમાલિયા મોલ,વસ્ત્રાપુર સુધી બિન્દાસપણે તોફાને ચડયુ હતું,નિર્દોષ લોકો પથ્થરમારામાં ઘવાયા હતાં. આડેધડ રીતે પથ્થરમારો કરાતાં શોરૃમ-મોલને નુકશાન પહોંચ્યુ હતું. અનેક બાઇકો-વાહનોને આગ ચાંપી દેવાઇ હતી. ત્રણેક કલાક સુધી તોફાનીઓએ જાણે અમદાવાદને બાનમાં લીધુ હતુ પણ જાણે પોલીસનો સહયોગ હોય તેમ ત્રણેક કલાક સુધી કયાંય પોલીસ દેખાઇ ન હતીં. અમદાવાદની જનતાએ સરેઆમ કાયદા વ્યવસ્થાના લીરેલીરે ઉડતા નજરે નિહાળ્યા હતાં.લોકોએ એવો સવાલ ઉઠયો છેકે, કોના સહયોગ-ઇશારે તોફાનીઓને છૂટો દોર મળ્યો હતો.
webdunia


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પદમાવત ગુજરાતમાં રિલિઝ ના થાય તેવું સરકાર ઈચ્છી રહી છે.