Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

અમે ભાજપને ફાયદો કરાવવા નહિ પણ ગુજરાતમાં અમારું વજૂદ ઉભું કરવા આવ્યા છીએ: ઔવેસી

અમારી ગેરહાજરીના લીધે કોંગ્રેસની અને ભાજપની જીત થાય છે: ઔવેસી

ભાજપને ફાયદો કરાવવા
, રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (00:16 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને તમામ પક્ષ પોત-પોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. ત્યારે ત્રીજા તરીકે AIMIM અને આપ મેદાને ઉતરી છે. ત્યારે આજે AIMIM ના નેતા અસદુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત પર AIMIM નેતા અસદુદ્દીન ઔવેસીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 
 
AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે, હું ભારતીય રાજનીતિની લૈલા છું, AIMIMને ગુજરાતમાં ઉભુ કરીશુ. ગુજરાત કોંગ્રેસ પોતાની નબળાઈઓના કારણે હારી રહી છે. અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસ હારતી હતી. તેમણે જણાવ્યું કે હું ભારતીય રાજનીતિની લૈલા છું, અમે ભાજપને ફાયદો કરાવવા નહિ પણ ગુજરાતમાં અમારું વજૂદ ઉભું કરવા આવ્યા છીએ. ગુજરાતમાં અમારી ગેરહાજરીમાં પણ કોંગ્રેસની હાર થતી હતી અને ભાજપની જીત થાય છે. 
 
હાલ ગુજરાતના પ્રવાસ દરમિયાન ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી સભા યોજશે. રવિવારે સવારે ભરૂચમાં અને સાંજે અમદાવાદમાં તેની સભા યોજાશે. હાલ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ BTP સાથે ગઠબંધન કર્યુ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 10થી વધુ સીટ પર ઓવૈસી તેમના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મુખ્ય આરોપીના ભાઇને ટિકીટ આપતાં વિવાદ