Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાની રસી લેનારનો આંકડો 1 કરોડને પાર, દૈનિક 1 લાખથી વધુ લોકોનું રસીકરણ થાય છે

ગુજરાતમાં કોરોનાની રસી લેનારનો આંકડો 1 કરોડને પાર, દૈનિક 1 લાખથી વધુ લોકોનું રસીકરણ થાય છે
, શનિવાર, 17 એપ્રિલ 2021 (13:25 IST)
ગુજરાતમાં રસી મેળવનારાની કુલ સંખ્યા 1 કરોડને પાર થઈ હતી. રાજ્યમાં અત્યારસુધી 87 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે બીજો ડોઝ પણ લઈ લીધો હોય એવા લોકોની સંખ્યા 13 લાખથી વધારે છે. ઉલ્લેખનીય છે કે 1 કરોડ લોકોને રસી અપાઈ છે છતાં હજુ સુધી કોઈને પણ રસીની ગંભીર આડઅસર થઈ હોવાનું નોંધાયું નથી. ગુજરાત સરકારે દૈનિક 2.5 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાના શરૂઆતી દિવસોમાં દૈનિક 3થી 4 લાખ લોકોને વેક્સિન અપાઈ રહી હતી, પરંતુ હાલમાં સ્પીડ પાછી ધીમી પડી ગઈ છે અને સરકારના ટાર્ગેટ કરતાં પણ ઓછું વેક્સિનેશન થઈ રહ્યું છે.
webdunia


હાલમાં ગુજરાતમા દૈનિક 1થી 2 લાખની આસપાસ વેક્સિનેશન થાય છે. એપ્રિલના શરૂઆતના પહેલા 15 દિવસ જોઈને લાગતું હતું કે ગુજરાત ટૂંક સમયમાં વેક્સિનેશન મામલે નંબર 1 પર આવી જશે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્ય 2 નંબરથી 4 નંબર પર આવી ગયું છે.ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, એક એપ્રિલથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ