Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છેલ્લા એક વર્ષમાં 800થી વધારે ગર્ભપાતની કિટોનું ઓનલાઇન વેચાણ, એમેઝોનથી વેપાર કરતા 8 શખસ સામે ગુનો દાખલ

છેલ્લા એક વર્ષમાં 800થી વધારે ગર્ભપાતની કિટોનું ઓનલાઇન વેચાણ, એમેઝોનથી વેપાર કરતા 8 શખસ સામે ગુનો દાખલ
, શનિવાર, 12 જૂન 2021 (20:36 IST)
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે અને સમયાનુસાર આકસ્મિક દરોડા પણ પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગર્ભપાતની A-KARE KIT, CLEAN KITનું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણ કરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતઓનાં રહેણાંક અને મેડિકલ એજન્‍સીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્ય વ્યાપી દરોડા પાડીને આઠ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી દરોડામા અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ કિમતની 24,363 કિટનો જથ્થો જપ્ત કરાયો છે.
 
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કશિયાએ જણાવ્યું છે કે, ગાયનેક ડૉક્ટરના સુપરવિઝન હેઠળ એમ.ટી.પી. એક્ટની જોગવાઇઓ મુજબ જ ગર્ભપાત માટે દવાઓ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. આમ છતાં મે. સાયનોકેમ ફાર્માસ્યુટિકલ, માર્કેટિંગ કંપની M/s. ઈન્ડિયા,મુંબઈની ગર્ભપાતમાં વપરાતી A-KARE KIT અમદાવાદના પીંટુ પી. શાહ ગેરકાયદેસર રીતે કરણી ડિસ્ટ્રીબ્યુટર્સ, દુકાન નં. 128, રાજીવ ગાંધી કોમ્લેક્ષ, ડીસાના માલિક વિનોદ મહેશ્વરી અને કોમ્પિટન્‍ટ વ્યક્તિ લોકેશ મહેશ્વરી પાસેથી ગેરકાયદેસર મેળવતા હતા.
 
આ ગુનાહિત કામના મુખ્ય સુત્રધાર રાજેશ યાદવ કે જેઓ DKT ઈન્ડિયાના ગુજરાત ખાતેના એરિયા સેલ્સ મેનેજરના કહેવાથી સુરતની મે. કે. વી. એન્‍ટરપ્રાઇઝ, મોટા વરાછાના માલિક ઝવેરભાઇ ધનજીભાઇ સંગાળાને થોડાક સમય પહેલા DKT ઈન્ડિયાની ડિસ્ટ્રીબ્યુટરશીપ અપાવી દબાણ કરી ઝવેરભાઇને ખોટા કામમાં સંડોવણી કરાવી હતી. ડીસાના લોકેશ મહેશ્વરીને ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાઓ અન્ય પેઢીના અને ડૉક્ટરના નામનાં ખોટા ઉપજાવી કાઢેલા બિલ બનાવી ગુનાહિત કૃત્ય કરેલું છે. આ ઉપરાંત આ કામમાં અન્ય એક વ્યકિત નિલય બોરા કે જે DKT ઈન્ડિયાનો માર્કેટિંગ રિપ્રેઝન્‍ટેટિવ મિત્રાય ડિસ્ટ્રીબ્યુટર્સ, સેટેલાઇટ, અમદાવાદ ખાતેથી કે. વી. એન્‍ટરપ્રાઇઝ, સુરતના નામના બિલ બનાવી ડીસા ખાતેના લોકેશભાઇને બારોબાર વેચાણ કરતા હોવાની માહિતીનો પણ પર્દાફાશ થયો છે.
 
તેમણે કહ્યુ કે,આ સમગ્ર કૌભાંડના અન્ય સુત્રધાર પીંટુભાઇ દ્વારા ઓનલાઇન પોર્ટલ એમેઝોન પર તા.1/7/2019ના રોજ એચઆઈવી કેન્સર સ્પેશિયલ રેટ Hiuhub નામથી એકાઉન્ટ ઓપન કર્યુ હતું. જે એકાઉન્ટમાં તેઓએ વિક્રેતા તરીકે આર. કે. મેડિસિન્‍સ છઠ્ઠો માળ, એ/61, પરીસીમા કોમ્પ્લેક્ષ, લો બંગ્લો સામે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદના નામે રજિસ્ટ્રેશન કરાવેલું હતું. અંદાજીત છેલ્લા બે વર્ષથી ઓનલાઇન એમેઝોન પોર્ટલ મારફતે કોઇપણ જાતના ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના કાયદાના ધારાધોરણના પાલન કર્યા વગર રજિસ્ટર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં, ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્સન વગર ઓનલાઇન પોર્ટલ એમેઝોન મારફતે વેચાણ કરતા હતા.
 
ઓનલાઇન પોર્ટલ પર X-vir 0.5, Teevir Tablets IP 600 mg / 200 mg / 300 mg ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂરીયાતવાળી શિડ્યુલ એચ દવાનું તેમજ A-KARE KITનું ગુગલ પેથી પેમેન્‍ટ કરી લોકેશ મહેશ્વરી પાસેથી છેલ્લા એક વર્ષથી 800થી વધારે ગર્ભપાતની કિટનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણની વિગતો આ તંત્રના અધિકારીઓએ ઝડપી પાડી છે. આ ઉપરાંત DKT ઈન્ડિયાના C&F મિત્રાય ડિસ્ટ્રીબ્યુટર્સ, આનંદનગર રોડ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે ઔષધ નિરિક્ષકની તપાસ દરમિયાન આશરે 21403 કિટનો જથ્થો જોવા મળેલો. જેમાંથી નમૂના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમૂના મોકલી આપવામાં આવ્યા છે. અહેવાલની રાહ જોવાઇ રહી છે અને બાકી વધેલા તમામ જથ્થાનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.
 
આ અંગેની વધુ તપાસમાં અમદાવાદ વિભાગ-2ના અધિકારીઓએ M/s. સાવિઝેરા કંપનીના માર્કેટિંગ રિપ્રેઝિન્ટિવ વિપુલ પટેલના ચાંદખેડાના ઘરેથી મોહાલી પંજાબની ક્લિન કિટ ઉત્પાદક પેઢી A.N.D હેલ્થકેર અને કેડિલા ફાર્માની ઉત્તરાખંડના હરિદ્વારાની કોન્ટ્રાપિલ કિટની ઉત્પાદક પેઢી સાયનોકેમ ફાર્માસ્યુટિકલની દવા ઉમિયા સર્જીકલ મોનીશ પંચાલ પાસેથી ગેરકાયદેસર રીતે 700 KITનું વેચાણ બિલો વગર અમદાવાદ તથા સમગ્ર ગુજરાતમાં ડોકટર અને અન્ય ઈસમો વેચાણ કરાયું છે.જેના નમુના લેવાયા છે. જેના આધારે અમદાવાદ વિભાગ-2 ના અધિકારીઓએ વિપુલ પટેલ રહેણાંક પર દરોડા પાડી 6 લાખ રૂ ની KIT જપ્ત કરી છે. જેમાંથી નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમુના મોકલી આપવામાં આવ્યા છે અને અહેવાલની રાહ જોવાઇ રહેલ છે.
 
ઉપરાંત અમદાવાદ વિભાગ-2 ના ઔષધ નિરીક્ષક દ્વારા વગર પરવાને ગેરકાયદેસર રીતે વેચાણનો ગુન્હો નોંધી વિપુલ પટેલની સામે ઔષધ સૌદર્ય પ્રસાધન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ કામમાં સંડોવાયેલા અન્ય વધુ એક વ્યકિત તુષાર હિંમતલાલ ઠક્કર પણ આવી ગેરકાયદેસર પ્રેગ્નન્સી ટર્મિનેશનલ કિટનું વેચાણ કરી છે. તેવી બાતમીના આધારે ડીસા ખાતે તેઓના રહેઠાંણ અમૃતનગર, રાજ હોટલ સામે, ડીસા, તેના ઘરે પાલનપુરના મદદનીશ કમિશ્નરની આગેવાનીમાં પાલનપુર અને મહેસાણાના ઔષધ નિરીક્ષકોઓ દ્વારા ત્યાં દરોડા પાડતા તેમાં ક્લિન કિટ, એન્ટિ પ્રેગ કિટ અને લેબલ વગર ઓક્સિટકોઈન ઈન્જેક્શન નો આશરે 3,00,000નો જથ્થો જપ્ત કરેલો છે. જેમાંથી નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમુના મોકલી આપવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત તુષાર હિંમતલાલ ઠકકર ને ત્યાંથી નારકોટીક અને સાયક્રોટોપીક ડ્રગ્સનો Alpracan 0.5 Tablets, Editax N-2 Tablets and SPAS-Trancan Tablets (containing Tramadol)નો 1,05,000નો જથ્થો પણ પાલનપુરની ટીમ દ્વારા ઝડપી પાડેલો છે. તેમજ તુષાર ઠકકર આ અંગે કોઈ દવાના પરવાના ધરાવતા નથી અને વગર પરવાને દવાનું વેચાણ કેટલાય સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાનું તેમજ તપાસ સમયે પોતે પણ નશાકારક દવાનું સેવન કરતાં હોવાનું માલુમ પડ્યુ છે.
 
નારકોટીક અને સાયક્રોટોપીક ડ્રગ્સનું વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે વેચાણ કરવું તે ખૂબ જ મોટો ગુન્હો છે. આથી તેઓને પાલનપુરના મદદનીશ કમિશનર દ્વારા નારકોટીક, પાલનપુર સેલના અધિકારીઓને આગળની કડક કાર્યવાહી માટે સોપવામાં આવ્યા છે અને નારકોટીક સેલ આ બાબતે તેઓને કસ્ટડીમાં લઈ સઘન તપાસ ચાલુ કરી છે અને આવી દવાઓ તેઓ રાજસ્થાન ખાતેથી લાવતા હોવાની વિગતો મળતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરની ટીમે આ આગળની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
 
ડૉ. કોશિયા કહ્યુ કે,આ કૌભાંડમાં પિન્ટુ પી. શાહ, અમદાવાદ,વિનોદ મહેશ્વરી, લોકેશ મહેશ્વરી જેઓ શ્રી કરણી ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીસાના માલિક અને પર્સન ઈન્ચાર્જ રાજેશ યાદવ અને નિલય બોરા, DKT ઈન્ડિયાના એમઆર, સુરતના ઝવેર સંગાળા, મિત્રાય ડિસ્ટ્રીબ્યુટર્સ અમદાવાદ જેઓ DKT ઈન્ડિયાના C&F છે. M/s. સાવીઝેરા કંપનીના એમઆર, વિપુલ શૈલેશ પટેલ, ચાંદખેડા, અમદાવાદ, તુષાર શૈલેષભાઈ ઠકકર ડીસા બનાસકાંઠા ઉમિયા સર્જીકલ, મોનીશ પંચાલ મળી કુલ આઠ વ્યકિતઓ સામે ગુનો નોધવામાં આવ્યો છે. આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે અને પકડાયેલા વ્યકિતઓ સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી આદેશો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જારી કરાયા છે.
 
આ સમગ્ર કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આઇ.બી. શાખાના મદદનીશ કમિશ્નર, વાય.જી.દરજી, અમદાવાદ ઝોન-2ના મદદનીશ કમિશ્નર વી.ડી.ડોબરીયા, પાલનપુરના મદદનીશ કમિશ્નર, ડૉ.એમ.પી.ગઢવી, વડોદરાના મદદનીશ કમિશ્નર જે.પી.પટેલ તથા ડ્રગ ઇન્‍સ્પેક્ટર ગાંધીનગર, અમદાવાદ વિભાગ-૨, પાલનપુર, મહેસાણા, વડોદરા અને સુરતની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભાજપે મિશન 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી,પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક થઈ