Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ઓલા-ઉબેર ટેક્સી મોંઘી થશે, પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું વસૂલશે

Ola-Uber taxi will be expensive in Ahmedabad
, મંગળવાર, 30 જુલાઈ 2024 (12:04 IST)
Ola-Uber taxi will be expensive in Ahmedabad
અમદાવાદ શહેરમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટ વાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે. ઓલા કંપનીએ ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ રૂ.20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે.

ગઈકાલે મોડી સાંજે અમદાવાદના ટેક્સીચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્રિત થયા હતા. જેમાં ગતરાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઇવરો દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જ્યારે ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી. જેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બે છોકરીઓ સેંથીમાં સિંદૂર અને બંગડીઓ પહેરીને શાળાએ પહોંચી, શિક્ષકોએ કહ્યું - 'કંઈ નથી કરી શકતો...'