Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાપી નદીમાં હોળી પલટી ખાઇ જતાં બાળકી સહિત 2ના મોત

તાપી નદીમાં હોળી પલટી ખાઇ જતાં બાળકી સહિત 2ના મોત
, બુધવાર, 11 માર્ચ 2020 (11:01 IST)
તાપી જિલ્લાના સુંદરપુર અને ભીતખુર્ડ ગામના એક જ પરિવારના 13 સભ્યો હોળીના અવસર પર તાપી નદીમાં હોડીમાં ફરવા નિકળ્યા હતા. નદીમાં ભારે વહેણ અને હવાના લીધે હોળી પલટી ખાઇ ગઇ અને આ અકસ્માતમાં એક બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. સુરક્ષાકર્મીઓએ 6  લોકોને બચાવી લીધા હતા. આ અકસ્માતમાં 5 વર્ષીય બાળકી એલિશા અને રાજેશ કોકણી નામના યુવકનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ક્ષેત્રમાં સનસની ફેલાઇ ગઇ છે. 
 
ધુળેટીની રજા હોવાથી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુરા ગામના એકજ પરિવારના 13 જેટલા સબંધીઓ તાપી નદીમાં હોડી લઈ ફરવા માટે ગયા હતા, તેઓ તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા હતા,ત્યારે બપોરના સમયે ભારે પવન ને કારણે વણઝારી ફુગારામાં હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા. 
 
નદીમાં ડૂબી રહેલા લોકોની બૂમાબૂમ સાંભળીને નદી કિનારેના લોકો અને સ્થાનિક તરવૈયાઓ બચાવવા માટે કૂદી પડ્યા હતા અને 6 લોકોને બચાવ્યા હતા. તરવૈયાઓએ એક બાળકીનો મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો. હાલ પણ 8 લોકોની શોધખોળ ચાલી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નહીં