Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ડોક્ટર બનવા માટે ગુજરાત બહાર નહીં જવુ પડે, 5 મેડિકલ કોલેજોને મળી મંજૂરી: આ વર્ષથી જ થશે એડમિશન

હવે ડોક્ટર બનવા માટે ગુજરાત બહાર નહીં જવુ પડે, 5 મેડિકલ કોલેજોને મળી મંજૂરી: આ વર્ષથી જ થશે એડમિશન
, ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:51 IST)
રાજ્યના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યના સમચાર સામે આવી રહ્યા છે. નેશનલ મેડિકલ કોલેજ દ્વારા ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગોધરા અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. જેની અંદર ગોધરા અને પોરબંદર મેડિકલ કૉલેજમાં આ વર્ષથી 100-100 મેડિકલ બેઠક પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થશે તેવું રાજ્યના પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતીગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા 29 જુલાઈ 2022ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ 2022-23માં આ બંને કોલેજો ખાતે 100-100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ 31 મેડીકલ કોલેજો મળીને 5700 સીટ છે. ગોધરા અને પોરબંદરમાં મેડીકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની 33 મેડિકલ કોલેજમાં બેઠકોની કુલ સંખ્યા 5900 થશે.

બંને મેડીકલ કોલેજોને નેશનલ મેડીકલ કાઉન્સીલની પરવાનગી મળી છે તે કુલ 660 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો 60 ટકા અને રાજ્ય સરકારનો 40 ટકા હિસ્સો છે. રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એજન્ટે અમેરિકા મોકલવાના નામે વેપારી પાસેથી 55 લાખ પડાવ્યા