રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય રાજ્યના એક પણ શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ નહીં રહે સમગ્ર રાજ્ય ના શહેરો માં રાત્રી કરફ્યુ માંથી મુક્તિ ની મોટી જાહેરાત
- સમગ્ર રાજ્યમાં નીચે મુજબના નિયંત્રણો તા 25.02.2022 થી તા.01.03.2022 સુધી અમલમાં રહેશે.
- બન્ને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ/રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાને છૂટ
- તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો,
- રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાનાબંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી
- હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં
- તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે
- બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી
- જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે
- 25-02-2022 સુધી નવા નિયંત્રણો લાગૂ પડશે
કયા શું છૂટ અપાઈ?
તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના ૪.National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.