નોલખોલ (ગાંઠ કોબી)ની સફળ ખેતી કરીને કૃષિ મહાવિદ્યાલય નવસારી,કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ નવતર પ્રયોગ એટલે કે ભારતના મુઘટ સમા જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઉગતી નોલખોલ((ગાંઠ કોબી)નું બિયારણ લાવી ગુજરાતના ભરૂચમાં સૈા પ્રથમ વાવેતર કરવામાં આવ્યું છે. નોલ-ખોલ(ગાંઠ કોબી) ઉત્તર-યુરોપિયન મુળની શાકભાજી છે. ગંઠકોબી દક્ષિણ એશિયાના વિવિધ દેશો સહિત સમગ્ર વિશ્વમાં તેનું વાવેતર ક્ષેત્ર દિન પ્રતિદિન વધવા લાગ્યું છે, નોલખોલને ભારતના ઉત્તરિય રાજ્ય કાશ્મીરમાં ખૂબ જ વ્યાપક પણે ઉપયોગમાં લેવાય છે.
નોલ-ખોલ એશિયાળા (ઠંડી)ઋતુની શાકભાજીછે.જેતેના ખાદ્ય ગાંઠો (જમીનની ઉપરનો ગાંઠ ભાગ) માટે ઉગાડવામાંઆવેછે. ગંઠકોબીના ખાદ્ય ભાગને નોબ કહેવામાં આવે છે. જાણો નોલખોલ(ગાંઠ કોબી) માટેની ભૌગાલીક વિશેષતા : આ અંગે કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતે ફરજ બજાવતા શાકભાજી વિજ્ઞાનના નિષ્ણાત પ્રો.પી.એમ.સાંખલાએ જણાવ્યું હતું કે, ગાંઠકોબી ઓછા જાણીતા શાકભાજીમાંથી એક છે.
ગુજરાતની આબોહવાકીય પરિસ્થિતિ તદ્દન અલગ હોવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોવા છતાં ગાંઠ કોબીની વિવિધ જાતો કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશથી લાવી અને તેનું વાવેતર કરવામાં આવેલ હતું. ગાંઠકોબીના પ્રકાર : ગાંઠકોબીની મુખ્યત્વે બે પ્રકારની જાતોનું વાવેતર કરવામાં આવેલ હોય જેમાં સફેદ તેમજ જાંબલી રંગની જાતોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ તદ્દન અલગ પ્રકારની
શાકભાજી ગાંઠકોબીનું વાવેતર પણ કરી શકાય છે તેમજ ટૂંકા સમયમાં વધારે ઉપજ મેળવી શકાય છે.
પ્રચુર માત્રામાં વિટામિન તથા ફાઈબરયુક્ત છે ગાંઠકોબી :
આ વિષે કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતેના બાગાયત વિભાગના વડા અને વૈજ્ઞાનિક ડૉ.એસ.એલ.સાંગાણી ગાંઠકોબીની મહત્તા સમજાવતા કહે છે કે ગાંઠકોબીમાં રહેલ પોષકતત્વોને કારણે તે વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. તેમજ ગાંઠકોબીને સલાડ તરીકે તેમજ રાંધીને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ગુણકારી સાબિત થાય છે. ગંઠકોબીનો સ્વાદ મહદઅંશે મુળા જેવો અને રચના બ્રોકોલી અથવા કોબી જેવી હોય છે. ગંઠકોબી ક્રિસ્પી અને સમૃદ્ધસ્વાદ ધરાવવાની સાથે સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ અને ડાયેટરી ફાઇબર સારી માત્રામાં હોય છે.
કેન્સરવિરોધી ગુણધર્મો ધરાવે છે ગાંઠકોબી :
ગાંઠકોબીમાં તેનિયાસિન, પાયરિડોક્સિન, થિયામિન, પેન્ટોથેનિક એસિડ અને વિટામિન બી-કોમ્પ્લેક્સનો ઉત્તમ સ્ત્રોત છે. અ ઉપરાંત તેના નોબમાં રહેલા તત્વો જેમ કે કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન અને ફોસ્ફરસ સ્ત્રોતોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, તેમાં રહેલ સલ્ફોરાફેન તત્વ કે જે કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે. જાંબલી રંગના નોલખોલમાં એન્થોસાયનીનનું પ્રમાણ ભરપૂર હોય છે, જે મગજ, હૃદય અને આંખોને ફાયદો કરે છે. તેમજ તેમાં રહેલ ફ્લેવેનોઈડ નામના તત્વના ફાયદાઓ જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ડાયાબિટીસ પ્રકાર-બે નું જોખમ ઘટાડે છે.ત્વચાનું આરોગ્ય સુધારે છે.આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અટકાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય અને વેગ આપે છે.વજન ઘટાડવા પણ ઉપયોગી થઇ શકે છે . દેશમાં અન્ય ક્યાં વાવેતર થાય છે : દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ ગંઠકોબીનું વાવેતર થાય છે. ભારતમાં કાશ્મીર,પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં નોલખોલ(ગંઠકોબી) ઉગાડવામાં આવે છે પરંતુ તેની વાણિજ્યિક ખેતી થતી નથી.