Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં લેવાયો મહત્વનો નિર્ણય, હવે પેટ્રોલ આ રીતે મળશે

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં લેવાયો મહત્વનો નિર્ણય, હવે પેટ્રોલ આ રીતે મળશે
, મંગળવાર, 3 એપ્રિલ 2018 (12:43 IST)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા તંત્રએ અકસ્માતથી લોકોનો જીવ બચાવવા માટે એક  જાહેરાત કરી છે. દીવમાં જે

બાઈકરએ હેલમેટ પહેર્યું હશે તેને પેટ્રોલ મળશે. દીવમાં અકસ્માતોથી માનવ જિંદગી બચાવવા માટે પ્રશાસન દ્વારા ખાસ જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટુવ્હીલર ચાલકોની જિંદગી હેલમેટથી બચાવી શકાય છે. દીવમાં રસ્તા સારા હોય છતાં કેટલાક વાહનચાલકો બેફામ સ્પીડે ગાડી દોડાવતા હોય છે. જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. અને માનવ જિંદગી ગુમાવાય છે. તેથી આસિ.ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ કમ ડે.કલેક્ટર ડો.અપૂર્વ શર્માએ આવા નાના વાહનોના અકસ્માતમાં માનવ જિંદગી હોમાય નહિ તે માટે ટુ વ્હીલર ચાલકો હેલમેટ પહેરીને જ વાહન ચલાવે તે માટે પેટ્રોલ પંપોને આદેશ કર્યો છે કે, હેલમેટ પહેરી હોય તેવા જ ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ વિતરણ કરવું. હવે દરેક પેટ્રોલ પંપ પર લગાવાયેલા સીસટીવી કેમેરાની રેન્ડમલી ચકાસણી કરાશે. જો કોઈ ટુ વ્હીલર ચાલકને હેલમેટ વિના પેટ્રોલ વિતરણ કરાયું હશે તો જે તે પેટ્રોલ પંપની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતને વિકાસ ગાંડો કરનારા રસ્તા અંગે હાઈકોર્ટે ફરીવાર અમદાવાદ કોર્પોરેશનનો કાન આમળ્યો