Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2002 ગુજરાત રમખાણો - બિલકિસ બાનો કેસ - 11 દોષીયોને ઉમરકેદની સજા કાયમ

2002 ગુજરાત રમખાણો - બિલકિસ બાનો કેસ - 11 દોષીયોને ઉમરકેદની સજા કાયમ
મુંબઈ. , ગુરુવાર, 4 મે 2017 (16:10 IST)
બોમ્બે હાઈકોર્ટે બિલકિસ બાનો મામલે 11 દોષીયોને ઉમરકેદની સજા કાયમ રાખી છે. બધા આરોપીઓને ટ્રાયલ કોર્ટના નિર્ણય વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે 3 દોષીયોને ફાંસી આપવાની સીબીઆઈની અરજી પણ રદ્દ કરી છે. ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય કાયમ રાખ્યો છે.  જે આરોપીઓને ટ્રાયલ કોર્ટે દોષી માન્યા તેમને હાઈકોર્ટે પણ દોષી માન્યા છે.  કોર્ટે 7 લોકોને મુક્ત કરાઅનો નિર્ણય પણ પલટી દીધો છે. જેમા ડોક્ટર અને પોલીસનો સમાવેશ છે. તેમના પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. 
 
પુરાવા સાથે છેડછાડ અને ખોટા પુરાવા રજુ કરવાના આરોપમાં 2 ડોક્ટરો અને 5 પોલીસ કર્મચારીને દોષી સાબિત કરવામાં આવ્યા. તેમને પુરાવાના અભાવમાં મુક્ત કરવામાં આવ્યા હતા.  બધાને 20 હજારનો દંડ ભરવો પડશે.  આ દોષી ટ્રાયલ દરમિયાન જ સજા કાપી ચુક્યા છે તેથી તેમને જેલ નહી જવુ પડે. 
 
2002માં ગુજરાતના રમખાણો દરમિયાન 19 વર્ષની બિલકિસ પર બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો. એ સમયે તે 5 મહિનાની ગર્ભવતી હતી.  અપરાધિયોએ બિલકિસના પરિવારના 14 લોકોની હત્યા કરી. રમખાણો દરમિયાન બિલકિસ નીમખેડામાં રહેતી હતી.  તે પરિસ્થિતિ ખરાબ થયા પછી પરિવારના લોકો સાથે ત્યાથી જઈ રહી હતી.  જ્યારે તોફાની તત્વોએ તેમને પકડી લીધા.  બિલકિસના આરોપો મુજબ - તે બધાને મારી રહ્યા હતા. મને પણ મારી અને થોડીવાર પછી હુ બેહોશ થઈ ગઈ. જ્યારે હુ હોશમાં આવી તો નિર્વસ્ત્ર હતી. બાળકીની લાશ પાસે જ પડી હતી અને જેટલા લોકો હતા તે મળી રહ્યા નહોતા.  તેમણે બિલકિસને એ સમજીને છોડી દીધી કે તે મરી ગઈ છે.  જ્યારે તે પોલીસ પાસે ગઈ તો તેને કોઈ મદદ ન મળી.  પોલીસે તેને એ કહીને ડરાવી કે અમે ડોક્ટર પાસે જો તને લઈ જઈશુ તો તે તને ઝેરનું ઈંજેક્શન આપી દેશે.  બે ડોક્ટરોએ પણ તેની મદદ ન કરી અનેc ખોટી રિપોર્ટ આપી.  ત્યારબાદ બિલકિસે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી.  કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યો હતો અને તેની ટ્રાયલ પણ ગુજરાતની બહાર કરવામાં આવી હતી.  આ લડાઈ દરમિયાન તેમને ખૂબ મુસીબતોનો સામનો કરવો પડ્યો.  જુદા જુદા સંબંધીઓ પાસેથી તેને મદદ લેવી પડી.  કારણ કે તેનો જીવ મુશ્કેલમાં હતો. 
 
સીબીઆઈએ મામલાની તપાસ દરમિયાન નીમખેડા તાલુકા પરથી 12 વ્યક્તિઓની ધરપકડ કરવા ઉપરાંત 3 માર્ચ 2002ના રોજ ટોળા દ્વારા મારવામાં આવેલ લોકોની લાશને જપ્ત કરવા માટે પન્નીવેલના જંગલોમાં ખોદકામ પણ કરાવ્યુ હતુ.  આ કાર્યવાહીમાં સીબીઆઈએ ચાર લોકોના કંકાલ જ્પત કરવામાં સફળતા મેળવી હતી.  મામલાની ચોખવટ માટે આ હાડપિંજરને ડીએનએ પરીક્ષણ માટે મોકલ્યુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીજી રાજકોટની જે શાળામાં ભણતાં હતાં ત્યાં બનાવાશે મ્યુઝિયમ