Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરત - ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 કરવામાં આવ્યો

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરત - ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 કરવામાં આવ્યો
, બુધવાર, 26 મે 2021 (18:28 IST)
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે અને રોજ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમો અમલી બનશે. 

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી,  કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદ્દત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે. ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. ત્યારે હવે છેલ્લા બે ત્રણ દિવસથી ગામડાઓમાં પણ સ્થિતિમાં સુધારો આવ્યો છે. ગામડાઓમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નરેન્દ્ર મોદી : એ સાત પગલાં જેને લીધે ચર્ચામાં રહી મોદી સરકાર