ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. ગુજરાતે હવે ધીમે કોરોના પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. હવે રાજ્યમાં દરરોજ દોઢથી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી તરસ મોટાપાયે વેક્સીનેશન થઇ રહ્યું છે. તો આ તરફ ગુજરાતે ત્રીજી વેવ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે કોરોનાને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં કેટલી છૂટછાટ આપવી તે અંગે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંભવિત થર્ડ વેવની અસરને જોતાં રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પરંતુ ચોક્કસ થોડી રાહત મળી શકે છે. અત્યારે રાત્રિના 9 કલાકથી રાત્રિ કરફ્યું લાદવામાં આવે છે તેમાં થોડી રાહત આપતાં સમય વધારવામાં આવી શકે છે. તેને 10 વાગ્યા સુધી લંબાવી શકાય છે. શાળા-કોલેજો,ટયૂશન કલાસ માટે ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે. આ ઉપરાંત સ્વિમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.
રાજ્ય સરકારે 11 જૂનથી 26મી સવારે 6 કલાક સુધી વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોમાં હોટલ-રેસ્ટોરાંને સવારે 9થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 કલાક સુધીનો છે.
આ ઉપરાંત લગ્ન સમારોહમાં થોડી વધુ છૂટ મળશે અને સંખ્યા 50થી વધીને 75-100ની થઈ શકે છે. મલ્ટિપ્લેક્સ-સિનેમાગૃહોએ હજુ મધ્ય જુલાઇ સુધી રાહ જોવી પડશે. જ્યાં સુધી થર્ડ વેવ આવે નહીં ત્યાં સુધી રાત્રિ કર્ફયૂના કલાકોમાં વધારો ઘટાડો થઇ શકે છે પરંતુ કરર્ફ્યુંમુક્ત રાત્રિ થાય એવી સંભાવનાઓ જોવા મળતી નથી.