Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

સુરત અને અમદાવાદમાં આવતીકાલ કરર્ફ્યુંનો સમય બદલાયો, શનિ-રવિ મોલ સિનેમા રહેશે બંધ

Night Curfew From 9 Pm To 6
, ગુરુવાર, 18 માર્ચ 2021 (23:28 IST)
ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઇપણ ભોગે કોરોના પર કાબૂ મેળવવા માટે કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સુરતમાં અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કર્યો હતો જેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ એટલે કે શુક્રવારથી રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નિકળી શકાશે નહીં. 
 
આ ઉપરાંત શનિવારે અને રવિવારેના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. જેથી કરીને કામ વિના લોકોની ભીડ જામે નહી. આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મીટીંગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વના નિર્ણયો લીધા છે.
 
તાજેતરમાં મળતી માહિતી મુજબ આજે સુરત મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે. એટલે કે આવતી કાલથી આ નિયમ લાગુ પડી જશે. 9 વાગ્યાથી શહેરનાં તમામ એકમો બંધ કરી દેવાનાં રહેશે. 
 
આવતીકાલથી અમદાવાદ-સુરતમાં રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. જે અગાઉ રાત્રે 10 થી 6 વાગ્યાનો હતો. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. 
 
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્ટી, વીર નર્મદ યુનિવર્સિટી અને ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા પણ તમામ પરીક્ષાઓ આગામી આદેશ સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IND vs ENG 4th T20: અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી મેચ ભારતે 8 રને જીતી, સીરીઝ 2-2 ની બરાબરી પર