Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 જિ.પંચાયત, 98 તા.પંચાયત અને 22 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની યાદી જાહેર

16 જિ.પંચાયત, 98 તા.પંચાયત અને 22 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની યાદી જાહેર
, ગુરુવાર, 18 માર્ચ 2021 (10:04 IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાત ભાજપ એકમ દ્વારા  16 જિલ્લા પંચાયત, 98 તાલુકા પંચાયત અને 22 નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં  પ્રથમ ટર્મ માટે પ્રમુખની સીટ અનુસૂચિત જનજાતી માટે અનામત હોવાથી અનુસૂચિત જન જાતિના સદસ્ય રાજીબેન વિરાભાઈ મોરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, તો ઉપપ્રમુખ પદે બીજેપીના રિદ્ધિબા જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી છે. 
 
અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ અને ઉપ - પ્રમુખ તરીકે કનુભાઇ બદાભાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઇ પટેલ, ઉપપ્રમુખ તરીકે મોહનસિહ પરમારની પસંદગી કરવામાં આવી છે.
 
છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મલકા બેન પટેલ, ઉપપ્રમુખ તરીકે રમણસિહ બારિયાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાયા છે. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે અલકાબેન હર્ષદભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ તરીકે મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલની  સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
 
મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રમીલા બેન કલ્પેશભાઈ ડામોર અને ઉપપ્રમુખ તરીકે રમતુસિંહ ઉદેસિંહ બારીયાની બિનહરીફ વરણી થઈ હતી. દાહોદ જિલ્લા પંચાયતમાં પ્રમખ તરીકે શિતલબેન વાઘેલા અને ઉપપ્રમખ તરીકે સરતાનભાઈ સર્વાનું મતે વરણી કરવામાં આવી છે. 
 
ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભરતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ શિહોરાના નામો જાહેર થયા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શાંતાબેન ખટારીયા, અને ઉપપ્રમુખ તરીકે વિપૂલ કાવાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. 
  
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રામીબેન વાજા અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન મોરીની બિન હરીફ વરણી થઈ છે. તાપી જિલ્લામાં વ્યારા તાલુકા પંચાયત પર ચૂંટાઈ આવેલ ઉમેદવારોની પ્રમુખ ઉપપ્રમુખની વરણી વિધિવત રીતે થઈ હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા તાલુકા પંચાયત ને કોંગ્રેસે જાળવી રાખી છે, કોંગ્રેસ પક્ષે ચૂંટાઈ આવેલા જશુબેન ગામીતને પ્રમુખ પદે અને રાહુલભાઈ ગામીતને ઉપપ્રમુખ પદે  નિયુકત કરાયા છે.
 
મહીસાગર જિલ્લામાં વીરપુર અને ખાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ  વરણી થઈ હતી જ્યારે લુણાવાડા અને બાલાસિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. આવતીકાલે સંતરામપુર અને કડાણામાં તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તેમજ લુણાવાડા અને બાલાસિનોર તાલુકા પંચાયતોમાં પ્રમુખપદ માટે વિજેતાઓનું ચિત્ર સ્પષ્ટ થશે.
 
ભાવનગર જિલ્લાની વલ્લભીપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ હેમાંગીની બા ગોહિલ, ઉપપ્રમુખ ઢાઢોદરા, સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તીબેન જસાણી, ઉપપ્રમુખ ઈશ્વર કુવાડીયા, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ દીલુબેન સોલંકી, ઉપપ્રમુખ જયદેવસિંહ ગોહિલના નામોની પસંદગી થઈ છે. દાહોદમાં નગર પાલિકાના  પ્રમુખ તરીકે રીનાબેન પંચાલ ,જ્યારે ઉપ પ્રમુખ તરીકે  અબદી ચલાવાલાના નામ જાહેર  કરવામાં આવ્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સાથે યુદ્ધ માટે પીએમ મોદીની નવી વ્યૂહરચના, 10 વિશેષ બાબતો ...