Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડ જિલ્લામાં એક જ રાતમાં કોરોના ત્રણ કેસ નોંધાયા, એકનું મોત, તંત્ર હરકતમાં આવ્યું

વલસાડ જિલ્લામાં એક જ રાતમાં કોરોના ત્રણ કેસ નોંધાયા, એકનું મોત, તંત્ર હરકતમાં આવ્યું
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (13:20 IST)
ગુજરાતમાં કોરોનાના વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓ સુરક્ષિત છે. ત્યાં કોરોનાનો એકપણ કોરોનાનો કેસ મળી આવ્યો નથી. તેમાં વલસાડનો પણ સમાવેશ થતો હતો. પરંતુ વલસાડ જિલ્લામાં એક રાતમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ મળી આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્રણ પોઝિટિવ કેસમાં ઉમરગામ, ડુંગરી અને ધરમપુરના યુવકોનો સમાવેશ થયા છે. જેમાં એક ડુંગરી પોલીસ મથકનો જીઆરડી જવાન છે. જેમાં જેમાં એક યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. 
 
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના 30 વર્ષીય યુવકને શનિવારે રાત્રે વાપીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના સેમ્પલ લઈને સુરત સિવિલમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. વલસાડ જિલ્લાનો આ પ્રથમ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા યુવકના ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામના લોકોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવશે. 
 
જ્યારે અન્ય કેસ વલસાડ તાલુકાના ડુંગરી પોલીસ મથકે GRDના જવાન તરીકે સેવા બજાવતો 22 વર્ષીય યશ પટેલનો મોડી રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડુંગરી પોલીસના જવાનોના સેમ્પલિંગ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને ત્રીજો કેસ ધરમપુરના આસુરા ગામ ખાતે રહેતા 21 વર્ષીય સુફિયાન શબ્બીર કાદરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક જ રાતમાં 3 કોરોના પોઝિટિવ દર્દીના રિપોર્ટ બહાર આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે. 
 
વલસાડ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના દર્દીઓનો પ્રાથમિક ટેસ્ટ સેમ્પલ સુરત મોક્લવમામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ સિવિલના 3 સિનિયર લેબ ટેક્નિશ્યનને કોરોના વયસરના ટેસ્ટની ટ્રેનિંગ સુરતમાં અપાઈ રહી છે. જેને લઈને વલસાડ સિવિલમાં કોરોનાના તમામ ટેસ્ટ ટૂંક સમયમાં સિવિલની લેબમાં નિદાન થશે. દર્દીઓના સેમ્પલ સુરત પહોંચે ત્યાં રાહ નહિ જોવી પડે. સિવિલમાં લેવાતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના તાત્કાલિક નિદાન થવાથી દર્દીઓને જલ્દી સારવાર મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kim Jong Un: તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત નાજુક, બ્રેન ડેડ થવાની શક્યતા