Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં થઈ ગીરના બબ્બર શેરની એન્ટ્રી, હાથીને પણ પછાડી દે એટલો વજનદાર છે આ સિંહ

સુરતમાં થઈ ગીરના બબ્બર શેરની એન્ટ્રી, હાથીને પણ પછાડી દે એટલો વજનદાર છે આ સિંહ
, શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:00 IST)
સુરતમાં આવી ગયો છે બબ્બર શેર. જો આ વાંચીને તમે એવું વિચારતા હોવ કે ગીરથી હવે સુરતમાં સિંહ લાવવામાં આવી રહ્યા છે કે શું? તો તમને જણાવી દઇએ કે હા ગીર જંગલનો જ રાજા બબ્બર શેર સુરતમાં આવી ગયો છે પણ સ્કલ્પચર રૂપે. જી હા, સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે.
webdunia

હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને આ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. સુરતના વરાછા શ્યામ ધામ ચોક પાસે આ સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. જેની લંબાઈ 31 ફુટ અને પહોંળાઈ 20 ફુટ છે. શ્રમિકોની 100 દિવસની મહેનત બાદ આ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આટલું વજનદાર સ્કલ્પ્ચરની જાળવણી કરવી પણ જરૂરી છે અને આ તૈયાર કરનાર એક આર્ટિસ્ટનું એમ પણ કહેવું છે કે જો તેની જાળવણી સારી રીતે કરવામાં આવે તો 200 વર્ષ સુધી સ્કલ્પચર રહેશે અને સુરતની શાન મનાશે.
સિંહનું સ્કલ્પચર બનાવવા છેલ્લા એક વર્ષથી મહેનત અને રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. સૌથી પહેલા 2 ફુટનો માટીનો સિંહ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌથી સારો એશિયાટીક સિંહ ક્યાં છે એની તપાસ કરવામાં આવી હતી અને તેના પર રિસર્ચ થયું હતું. કેટલાંય આર્ટિસ્ટે ત્રણ દિવસમાં 24 કલાક સિંહની સામે બેસીને 400 સ્કેચ તૈયાર કર્યા હતાં અને 700 ફોટોગ્રાફ પાડ્યા હતાં. સિંહની ચાલ અને સિંહના તમામ અંગો વિશે વિસ્તતમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. વિવિધ સિંહોના ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતા અને સિંહના વીડિયો પણ જોવામાં આવ્યા હતા. આટલી મહેનત બાદ આ સિંહનું સ્કલ્પર બનીને તૈયાર થયું હતું.
ગર્જના કરતા બબ્બર સિંહનું આ સ્કલ્પચર એટલું આકર્ષક છે કે ત્યાંથી આવન-જાવન કરતા દરેક લોકો આ સિંહને જોવા ઊભા રહી જાય છે. જો તમારે પણ ક્યારેક સુરત જવાનું થાય તો ત્યાં આ બબ્બર શેરનું સ્કલ્પચર જોવાનું ન ચૂકતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાડા ત્રણસો કરોડના સિંહો માટેના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળી