Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવ્યાંગ વિકાસ નિગમની રચના બાદ સરકારી નોકરીઓમાં દિવ્યાંગોને વયમર્યાદામાં છૂટછાટ અપાશે

દિવ્યાંગ વિકાસ નિગમની રચના બાદ સરકારી નોકરીઓમાં દિવ્યાંગોને વયમર્યાદામાં છૂટછાટ અપાશે
, શુક્રવાર, 25 મે 2018 (12:52 IST)
ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં દિવ્યાંગો માટેની એક પોલીસીની જાહેરાત કરાશે જેમાં દિવ્યાંગ યુવક- યુવતીઓને સરકારી નોકરીમાં લાભ માટે અને તેમની કારકિર્દી ઘડવામાં મદદ થાય તે પ્રકારની જોગવાઈઓ આ પોલીસીમાં કરાશે. સમગ્ર દેશમાં ગુજરાત દિવ્યાંગો માટેની પોલીસી બનાવનારું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રી વિજય રૃપાણીના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં આ સંદર્ભમાં લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા થઈ હતી.

આખરે દિવ્યાંગો માટે લાભદાયી જોગવાઈ સાથેની એક ચોક્કસ પોલીસી ઘડવાનું નક્કી કરાયું છે.સૂત્રો જણાવે છે કે, દિવ્યાંગોની આ પોલીસીમાં સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટેની વયમર્યાદામાં તમામ છૂટછાટો અપાશે. સરકારની તમામ ઇમારતોમાં દિવ્યાંગો માટે રેમ્પ ફરજિયાત કરાશે. દિવ્યાંગોમાં શિક્ષણ લઈને પણ સરકાર ખૂબ જ ગંભીર છે. તેના માટે શિક્ષકને ખાસ તાલીમ અપાશે.દિવ્યાંગોને યોજનાઓનો લાભ મળે તે માટે દિવ્યાંગ વિકાસ નિગમની રચના પણ કરાશે. આવતા અઠવાડિયે સરકાર દ્વારા આ દિવ્યાંગ પોલીસની સત્તાવાર જાહેરાત કરાશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે દિવ્યાંગ ઉપરાંત 'વેસ્ટ' અંગેની કોઈ પોલીસની જાહેરાત પણ કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતિન પટેલને કોણ હેરાન કરે છે, જાણો તેમણે ટ્વિટર પર શું ટ્વિટ કર્યું