Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરાજીમાં કરા સાથે અડધો ઈંચ વરસાદ, વૃક્ષો ધરાશાહી થતાં વાહનવ્યવહાર અટવાયો

ધોરાજીમાં કરા સાથે અડધો ઈંચ વરસાદ, વૃક્ષો ધરાશાહી થતાં વાહનવ્યવહાર અટવાયો
, ગુરુવાર, 17 મે 2018 (13:05 IST)
ધોરાજી વિસ્તારમાં બુધવારે સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો આવતા ભારે પવન ફૂંકાતા  પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને વાહનવ્યવહારને અસર થઈ હતી. આ અંગે નાયબ કલેક્ટર તુષાર જોષી, ધોરાજીના મામલતદાર અપારનાથીએ ધરાશાયી થયેલા વૂક્ષોને  દૂર કરાવીને રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. તેમજ કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. આ વાવાઝોડામાં 76 વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળો ઘેરાયાં હતાં. બીજી તરફ ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

ધૂળ આંધી સર્જાઇ હતી. તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા પોરબંદર, વેરાવળ અને જાફરાબાદના દરિયામાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની સ્પીડ વધી શકે જેના કારણે બંદર પર તેની અસર થવાની શક્યતા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13500 રૂપિયામાં વિદેશ જવાનો અવસર, આ એયરલાઈનએ રજૂ કર્યું ખાસ ઑફર