Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુકેની કંપનીઓ તાપી નદીની સફાઈ માટે સુરત કોર્પોરેશનની મદદ કરશે

યુકેની કંપનીઓ તાપી નદીની સફાઈ માટે સુરત કોર્પોરેશનની મદદ કરશે
, શનિવાર, 24 માર્ચ 2018 (14:06 IST)
સુરતની તાપી નદીમાં વધી ગયેલી પાણીજન્ય વનસ્પતિ અને શેવાળની સમસ્યાને દૂર કરવા માટે UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કાયમી સોલ્યુશન આપે તેવી શક્યતા જણાઈ રહી છે. યુનાઈટેડ કિંગડમ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી(UKTI)ના બિઝનેઝ ડેલિગેશન ગુરુવારથી સુરતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે SMCના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે કોઝવેની મુલાકાત લીધી હતી અને નદીમાં રહેલી જળકુંભીનું નિરિક્ષણ કર્યુ હતું.

UKTI ડેલિગેશનના હેડ રુપી નાન્દ્રાએ મીડિયાને જણાવ્યું કે, આટલી સુંદર નદીમાં આટલા મોટા પ્રમાણમાં શેવાળ અને લીલ જોઈને અમે આશ્ચર્યમાં મુકાઈ ગયા. અમે શેવાળના સેમ્પલ લીધા છે અને પાણીમાં તેના ગ્રોથને અટકાવવા માટે હવે એક કાયમી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. અમે આ સેમ્પલ લંડન લઈ જઈશું.નાન્દ્રાએ આગળ જણાવ્યું કે, અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે બિઝનેસ પાર્ટનરશિપની ઓફર આપી છે. અમે તંત્રને પાણીમાંથી પાણીજન્ય વનસ્પતિ દૂર કરવાની વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી ઓફર કરી છે. UKની Eden Eco Solutionના મુખ્ય અધિકારીએ આ બાબતે જણાવ્યું કે, નદીમાં તાત્કાલિક સફાઈની જરુર છે, નહીં તો વર્ષેને વર્ષે આ પાણીજન્ય વનસ્પતિની સમસ્યા વધતી જશે અને એક દીવસ એવો આવશે કે નદી સુકાઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓસ્ટ્રેલિયા અને સાઉદી એશિયાથી આવતી વ્હેલ શાર્કની પ્રસુતિ માટે ગુજરાતનો દરિયો સુરક્ષિત.