Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ૨૬.૪% બાળકોની ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ - અહેવાલ

ગુજરાતમાં ૨૬.૪% બાળકોની ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ - અહેવાલ
, મંગળવાર, 6 માર્ચ 2018 (14:01 IST)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કબૂલાત કરવામાં આવી હતી કે રાજ્યમાં ૧ લાખ બાળકો કુપોષણના શિકાર બનેલા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા અન્ય એક અહેવાલમાં એવું ચિંતાજનક તારણ સામે આવ્યું છે કે ગુજરાતના પાંચ વર્ષની વય સુધીના ૧૦૦માંથી સરેરાશ ૩૯ બાળકો ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવે છે. જેની સામે ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવતા બાળકોમાં રાષ્ટ્રીય સરેરાશ ૩૮% છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવતા બાળકોને મામલે ગુજરાત દેશમાં આઠમાં સ્થાને છે.

હાલ ગુજરાતમાં પાંચ વર્ષ સુધીની વયનું બાળક ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવે છે. અહીં એકવાત નોંધનીય છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સમગ્ર ચિતાર આપતું નથી. આ સર્વેમાં માત્ર વસતિની અમુક ટકાનું સેમ્પલ લઇને સર્વેક્ષણ હાથ ધરવામાં આવતું હોય છે. ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવતાબાળકોમાં ૪૮% સાથે બિહાર મોખરાના સ્થાને છે. આ તો થઇ પાંચ વર્ષ સુધીના બાળકોની વાત તમામ વયજૂથની સરેરાશ જોવામાં આવે તો ગુજરાતના ૨૬.૪% બાળકો ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવે છે. આ પૈકી ૯.૫% બાળકોની ઊંચાઇ ઉંમરની સરખામણીએ ખૂબ જ ઓછી છે. તમામ વયજૂથના બાળકોમાં ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ ધરાવતા બાળકોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ઝારખંડ ૨૯% સાથે ટોચના, દાદરા નહર હવેલી ૨૭.૬% સાથે બીજું સ્થાન ધરાવે છે. ઉંમરની સરખામણીએ બાળકોની ઉંચાઇ ખૂબ જ ઓછી હોય તેવા રાજ્યોમાં ૯.૫% સાથે ગુજરાત પાંચમાં સ્થાને છે. ઉંમરની સરખામણીએ નિર્ધારીત વજન (અંડરવેઇટ) ધરાવતા બાળકોમાં પણ ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ૪૧.૧% બાળકો અંડરવેઇટ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

27 જાનૈયાઓનો ભોગ લેનાર બ્રિજ પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યો છે, અકસ્માતમા બેદરકારી કોની? સીએમની 4 લાખની સહાયની જાહેરાત