Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો
, સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:10 IST)
થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન આવકારદાયક દિશાની ગતિ પકડી રહ્યો હોય તેમ જણાય છે. ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ આવકારવામાં આવી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ હકારાત્મક તારણ સામે આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં પુરુષો કરતા મહિલાઓ સંતાનમાં પુત્ર જન્મને વધારે મહત્વ આપવામાં આવે છે.

ગુજરાતના ૨૦૨૫૪ ઘરમાં ૨૨ હજાર મહિલા અને ૬ હજાર પુરુષનો ઇન્ટરવ્યૂ કરીને આ સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં સંતાનમાં પુત્ર કરતા પુત્રીના જન્મને વધુ આવકાર્યો છે. સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ પસંદ કરવામાં આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. રસપ્રદ રીતે ૧૭.૭ સાથે મેઘાલય આ યાદીમાં ટોચના સ્થાને છે. જોકે, તજજ્ઞાોના મતે મર્યાદિત લોકોનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હોવાથી આ સર્વેક્ષણને સમાજમાં બદલાતા પરિમાણ તરીકે કેટલો આવકારવો તે મોટો પ્રશ્ન છે. આ સર્વેક્ષણમાં એમ પણ સામે આવ્યું છે કે બે સંતાન ધરાવતી ૮૫% માતા અને ૯૦% પિતાએ ત્રીજા સંતાન માટે અનિચ્છા દર્શાવી છે. ગુજરાતમાં ૧૫ થી ૧૯ની વયજૂથની ૬.૫% મહિલાઓ કમસેકમ એક સંતાનની માતા પણ બની ચૂકી હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. સંતાનમાં પુત્રી કરતા પુત્રને વધુ પસંદ કરવામાં આવકારવામાં આવતા હોય તેમાં બિહાર ૩૭.૧% સાથે મોખરે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ