Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈડરીયો ગઢ બચાવવા સ્થાનિકોની ઝૂંબેશ, લડાઈ ઉગ્ર બનવાની શક્યતા

ઈડરીયો ગઢ બચાવવા સ્થાનિકોની ઝૂંબેશ, લડાઈ ઉગ્ર બનવાની શક્યતા
, ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:58 IST)
સાબરકાંઠા જિલ્લાના ઇડરીયા ગઢ ઉપર થઇ રહેલ ખનન પ્રવૃતિનો વિરોધ હવે જન જન સુધી પહોંચી રહ્યો છે પર્યાવરણ પ્રેમીઓ, ઇડરના વતનીઓ  ગઢ બચાવવા હવે આગળ આવી રહ્યા છે. જેને પગલે ગઢ બચાવવાની ઝૂંબેશ હવે વધુ મજબૂત બનેશે તેવુ જણાઇ રહ્યુ છે. ત્યારે ગુજરાતની અને ખાસ કરીને ઇડરની અસ્મિતા અને ઐતિહાસિક વિરાસત ખતમ થઇ રહી હોવા છતાં સરકારનુ મૌન શંકાસ્પદ બની રહ્યુ છે. 

ઇડરીયા ગઢનો પાછળના ભાગેથી મોટા ભાગનો વિસ્તાર ખોદી કાઢવામાં આવ્યો છે છેલ્લા દોઢ દાયકામાં ચરમે પહોંચેલી આ પ્રવૃતિમાં રાજકીય પીઠબળ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે અને તેના કારણે જ જિલ્લાજનોની લાગણી સરકારના કાન સુધી પહોંચી શકી નથી. પ્રબુધ્ધ નાગરીકો દ્વારા વ્યક્ત થઇ રહેલ સૂર મુજબ ડેમ બનાવવા, રેલ્વેલાઇન નાખવા, હાઇવે બનાવવા સરકાર દ્વારા ખેતીલાયક જમીનો લગભગ બળજબરીથી સંપાદન કરવામાં આવે છે. ત્યારે ઇડરની ઓળખ સમા અને પૌરાણિક મહત્વ ધરાવતા ઇડરીયા ગઢને બચાવવા સરકાર ગઢનુ સંપાદન કેમ કરતી નથી. અહીં ઇડર સ્ટેટના રાજાનો વિરોધ નથી પરંતુ લોકોની લાગણીનો પ્રશ્ન છે અગામી સમયમાં ઇડર ગઢ બચાવવાની લડાઇ વધુ ઉગ્ર બનશે તેવા એંધાણ મળી રહ્યા છે. ઇડર ગઢ પર દોઢ સો વર્ષ જૂની રાયણો હતી. આ રાયણો કપાઇ જતાં ગરમીનું પ્રમાણ પણ વધુ છે અને રાજ્યમાં મોખરે પહોંચે છે. આ ડુંગરો નાશ પામશે ત્યારે અસ્મિતા તો ભૂંસાશે પરંતુ પર્યાવરણને પણ ભારે નુકશાન થશે  રાજાએ આપતા પહેલા ઇડરની પ્રજાને જાણ કરી હોત તો ઇડરની પ્રજા આજે પણ રાજાને માને છે અને માનભેર વીનંતી કરત. ખનન પ્રવૃતિ ચાલુ રહેશે તો ઇડરની અસ્મિતા ભૂંસાઇ જશે. આ કુદરતી સંપતી છે કોઇની જાગીરી નથી રાજાની પણ માલિકી ન હોઇ શકે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદાનું પાણી બંધ થયું તો ગાંધીનગરમાં સીએમના ઘરનું કનેકશન કાપીશું - અલ્પેશ ઠાકોર