Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામો સંપર્ક વિહોણા, ઢાઢર નદીમાં પાણીની આવકથી તોફાન વધ્યું

વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામો સંપર્ક વિહોણા, ઢાઢર નદીમાં પાણીની આવકથી તોફાન વધ્યું
, મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:11 IST)
ગુજરાતમાં શનિવારથી જ ભારે વરસાદની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક શહેરો વરસાદથી જળબંબોળ થઈ ચૂક્યા છે. બનાસકાંઠાની હાલતમાં ધીરેધીરે સુધારો થઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની નદીઓ ઉપરવાસના વરસાદના કારણે ઉભરાઈ રહી છે. હવે શનિવારથી શરૂ થયેલા વરસાદે ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની પાંચ દિવસની આગાહીને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં

મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમા સામાન્ય વરસાદથી જ ટ્રાફિક જામ થઈ જતાં લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. તો વડોદરામાં પણ વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરમાં વરસાદને કારણે ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકોની ભક્તિ પર પણ અસર પડી છે. ભારે વરસાદને પગલે પંચમહાલ જિલ્લામાં આવેલાં દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી તોફાની બની છે. ઢાઢર નદીમાં પાણીનું જળસ્તર સતત વધી રહ્યુ છે. અને ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી અમરેશ્વર નજીક આવેલા છલીયા પર પાણી ફરી વળતા 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો 12 ગામોમાં પાણી ભરાઇ જતા આ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, ખબકી ચૂક્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના દેવ ડેમમાં પાણીનાં સ્તર વધી જતાં 2 દરવાજા ખુલ્લા મૂકાયા છે. આ ઉપરાંત સંખેડામાં 5 ઇંચ વરસાદ ખાબકતાં તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનાં પાણીનાં સ્તર ખૂબ જ ઝડપથી વધી ગયું હતું. જેને કારણે ઢાઢર નદી કાંઠાનાં ગામોને ભારે અસર પહોંચી છે. જેમાં ખાસ કરીને તાલુકાનાં સિમલીયાથી વાઘોડિયા જવાનાં માર્ગ પર અમરેશ્વર નજીક આવેલ ઢાઢર નદીનાં છલીયા પર પણ પાણીનું સ્તર ખૂબ જ ઊંચું થઇ જતાં હાલ અમરેશ્વર, બંબોજ, લુણાદરા, કરાલીપુરા, કબીરપુરા આ 5 ગામો સંપર્ક વિહોણાં થઇ ગયાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજવા ડેમની સપાટી હાલ 211.35 ફૂટ છે. જેથી સાવચેતીના ભાગરૂપે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 9 ફૂટે પહોંચી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેલના સળિયા પાછળ રામ રહીમ, બળાત્કારી બાબાને 20 વર્ષની સજા, જાણો કોર્ટની કાર્યવાહીની 10 મોટી વાતો