Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી

ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી
, શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (15:59 IST)
દુનિયામાં એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા ગીર અભ્યારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વૃદ્ધી થઈ છે. અમરેલી નજીક લિલિયા-ક્રાકચની સીમમાં પોતાની માતા સાથે ધીંગામસ્તી કરતા સિંહબાળને જોઇને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાજેતરના અહેવાલો મુજબ આવા દ્રશ્યો ફક્ત ગીર અભ્યારણ્ય પૂરતા જ સિમિત નથી રહ્યા પરંતુ તેની આસપાસના અન્ય જંગલી વિસ્તારોમાં પણ સિંહો પોતાનો વસવાટ વધારી રહ્યા છે.

તાજેતરમાં વનવિભાગ દ્વારા જુલાઈ મહિનામાં કરવામાં આવેલ આંતરિક ગણતરી મુજબ અભ્યારણ્ય અને તેની આસપાસ અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લામાં સિંહોની સંખ્યા 650 થઈ ગઈ છે. જે અત્યાર સુધીની હાઈએસ્ટ સંખ્યાનો રેકોર્ડ છે. જેમાંથી મોટાભાગના 1-2 વર્ષના સિંહબાળ છે.  બે વર્ષ પહેલા 2015માં સિંહબાળની સંખ્યા 125 જેટલી નોંધાઈ હતી જ્યારે સિંહોની કુલ સંખ્યા 523 નોંધાઈ હતી. હાલ પ્રત્યેક પૂનમના દિવસે સિંહોની વસ્તીગણતરી કરવામાં આવે છે. આ માટે અલગ અલગ સ્થળે લગાવવામાં આવેલ 100 જેટલા સીસીટીવી કેમેરા અને પ્રત્યક્ષ દર્શનની મેથડ અપનાવવામાં આવે છે. અધિકારીઓનું માનીએ તો દર પૂનમના રોજ કરવામાં આવતા કાઉન્ટિંગ અને બીટ ગાર્ડ્સ દ્વારા આપવામાં આવતા આંકડાઓ એકબીજા સાથે મેચ થાય છે.  સિંહોની જાળવણી અને વિકાસ માટે સાયન્ટિફિક વસ્તી ગણતરી પદ્ધતી વિકસાવવાની જરૂર છે.’ તેમણે વધુમાં કહ્યું કે, સિંહબાળની વધતી સંખ્યા જોતા તેમનું રક્ષણ પ્રાથમિક્તા લઈ લે છે અને તે તો જ શક્ય બને છે કે જો વન વિસ્તારોનું રક્ષણ કરવામાં આવે. તેમાં શક્ય તેટલો ઓછો માનવીય હસ્તક્ષેપ રાખવામાં આવે. તેમજ સિંહોની વધતી સંખ્યા માટે પહેલાથી પ્લાન કરી વધુ મોટા વિસ્તારમાં જંગલ ઉપલબ્ધ કરાવવાની જરૂરીયાત છે. વન વિભાગ દ્વારા જમીન સંપાદન કરી આ વિસ્તારોમાં આવતા ગામડાઓની સ્થળાંતરીત કરવાની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધી બનાસકાઠાના ધાનેરામાં પુરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા