Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા
, મંગળવાર, 18 જુલાઈ 2017 (17:07 IST)
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે પધરામણી કરી હોવાથી રોડનું ધનોતપનોત નિકળી ગયું છે. ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલો ટ્રાય એંગલ બ્રીજ પહેલેથી જ વિવાદિત રહ્યો છે. શહેરમાં  નવા બ્રીજમાં કૌભાંડ થયું હોય તેવા દ્રશ્યો પ્રજા સામે આવ્યા છે. 2010માં તત્કાલિકન સીએમ હાલના PM નરેન્દ્ર મોદીના હસ્તે  આ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે.

આ ગાબડું પડતા તેમાંથી સળિયા બહાર આવી ગયા છે.  જે તે કંપનીએ 46 કરોડનાં ખર્ચે 1.5  કિમીની લંબાઈ ધરાવતો અને 12 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રીજ મવડી ગોંડલ રોડના ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવ્યો હતો. ત્યારે 7 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રીજમાં ગાબડાં પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જે-તે સમયે શાસક ભાજપે મોટી-મોટી વાતો કરી હતી કે 50 વર્ષ સુધી આ બ્રીજને કશું જ નહીં થાય. હાલ આ પુલ પરથી ટ્રક, એસટી, સીટી બસ અને રોજના હજારો વાહનો પસાર થાય છે. આ તમામની સલામતી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એઈમ્સની સ્થાપનામાં ભારત સરકારે ગુજરાતને અન્યાય કર્યો