Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ

કાપડના વેપારીઓના આંદોલનને ડામવા કલમ 144 લગાવાઇ
, શનિવાર, 15 જુલાઈ 2017 (15:19 IST)
છેલ્લા વીસેક દિવસથી સુરતમાં કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેના આગેવાનોમાં બે ભાગ પડી ગયા છે. આ સમયે આંદોલનમાં કોઈ તોફાની તત્વો કાયદો હાથમાં લઈ સ્થિતિ ડહોળી નાખે એ વાતને ધ્યાને લઈ પોલીસ કમિશનરે કલમ 144 મુજબ જાહેરનામુ પ્રગટ કરી ચાર કે ચારથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના કારણે જે વેપારી ખરેખર દુકાન ખોલવા ઇચ્છતા હશે

તે વેપાર કરી શકશે. આ આંદોલનના કારણે સુરતના કાપડ માર્કેટને અંદાજે રૂ. 5 હજાર કરોડનું નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો. છેલ્લે જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જાળવવા માટે સુરતમાં 144મી કલમ લાગુ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મોટી ઘટના બનતા બીજી વખત 144મી કલમ લાગુ કરાઈ છે. તો બીજી બાજુ સંઘર્ષ સિમિતના આગેવાનોનું કહેવું એવું છે કે કેટલાક તોફાની તત્વો આંદોલનની આડમાં તોફાનો કરાવી રહ્યા છે. તેને ઓળખી લેવાની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બારમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સાહિત્યકારોની સરકારને રજુઆત