Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

અમરેલી
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (11:44 IST)
અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દલિત સમાજ દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા છે. જે આંદોલન પૈકી ડુંગરના યુવકનું કસ્ટોડીયલ ડેથ બનાવમાં છેલ્લા ઘણા સમયથી રહસ્ય અકબંધ હતુ. જે ગઇકાલે એલ.સી.બી દ્વારા ચાર આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આમ છતા દલિત સમાજના લોકોને આ બનાવ બાબતે શંકાસ્પદ હોય તેવુ લાગી રહ્યુ છે.અમરેલીમાં અપમૃત્યુ કેસમાં બુઘવારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
webdunia

આ બનાવમાં વધુ તપાસ સી.બી.આઇને  સોપવા દલીત સમાજ દ્વારા માંગ કરાઇ છે. તેમજ ચાલી રહેલા આંદોલનના ભાગ રૂપે આજે અમરેલી ખાતે 200 પરિવારોએ ઠેબી ડેમમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓને માન સન્માન સાથે પાણીમા પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો. તેમજ બનાવ અંગે કોઇ જેલના કર્મચારી અથવા તો કોઇ અધિકારીના બનાવમાં હાથ હોય તેવુ દલિત સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં ચોક્કસ ખાત્રી માટે સી.બી.આઇને તપાસ સોપવા માટેની માંગ પણ કરવામાં આવી હતી. આંદોલનાના ભાગ રૂપે આજે અમરેલી જીલ્લામાં રહેતા દલિત સમાજના 200 પરિવારના લોકો દ્વારા રેલી કાઢીને અહીની ઠેબી ડેમ ખાતે માન સન્માન સાથે હિન્દુ સમાજના દેવી-દેવતાઓના ફોટોને પધરાવીને બૌધ ધર્મ અપનાવી લીધો હતો.દલિત સમાજના યુવા આગેવાન શૈલેષ પરમાર સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, જ્યુડીશ્યલ મેટર હોવાથી પકડાયેલા ચાર આરોપીઓ સાથે કોર્ટ ધોરણસરની કાર્યવાહી કરશે. તેમજ પરિવારને ન્યાય મળી ગયો હોય તેવુ તેઓનું માનવુ છે. વધુમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં કાયદો કાયદાનું કામ કરશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી