Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ર૦૧૯ સુધીમાં હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે- ૧૦૦૦ યુવાઓને રોજગાર મળશે-

શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ર૦૧૯ સુધીમાં હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે- ૧૦૦૦ યુવાઓને રોજગાર મળશે-
, બુધવાર, 5 જુલાઈ 2017 (17:55 IST)
ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જરકાર કોમર્શીયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન SAIC રૂ. ર૦૦૦ કરોડથી વધુનું મૂડીરોકાણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના MoU સમજૂતિ કરાર SAIC મોટર્સ ઇન્ડીયાના ડાયરેકટર તથા ઊદ્યોગ અગ્રસચિવ  એમ. કે. દાસે કર્યા હતા. 

ગુજરાતે વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ઔદ્યોગિક મૂડીરોકાણો-ઉત્પાદન એકમો શરૂ કરવામાં જે આગેકૂચ કરી છે તેને આ MoU થી નવું બળ મળશે. શાંધાઇ ઓટોમોટિવ ઇનડસ્ટ્રીઝ કોર્પોરેશને ભારતમાં અન્ય રાજ્યોમાં મૂડીરોકાણ માટે વિચારણા બાદ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ ધ્યાનમાં લઇને પોતાના નવા મૂડીરોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. આગામી પાંચ વર્ષમાં ચીનની આ ખ્યાતનામ મોટરકાર ઉત્પાદન કંપની રાજ્યમાં ર હજાર કરોડનું મૂડીરોકાણ કરવાની છે.

ર૦૧૯ સુધીમાં શાંધાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગુજરાતમાં વાહનોનું ઉત્પાદન શરૂ કરવાની નેમ ધરાવે છે.વાર્ષિક પ.૯ મિલિયન વાહનોનું ઉત્પાદન અને ૧૦૬ બિલિયન ડોલરની રેવન્યુ સાથે ર૦૧પમાં  SAIC મોટર્સ ફોર્ચ્યુન પ૦૦ કંપનીઓમાં ૪૬ ક્રમે રહી છે. અંદાજે ૧૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડનારા આ પ્રોજેકટ માટે રાજ્ય સરકાર રજીસ્ટ્રેશન, મંજૂરી અને અન્ય સહયોગ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ તહેત પૂરા પાડશે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક પ૦ થી ૭૦ હજાર કારનું ઉત્પાદન કરશે. સાનુકૂળ બજાર અને માંગના આધારે ઉત્પાદન વધારવાની પણ નેમ તેમણે રાખી છે. આ કંપની યુ.એસ.એ., યુ.કે., જર્મની થાઇલેન્ડ, હોંગકોગ અને ભારતમાં હરિયાણા ખાતે ઉત્પાદન એકમો ધરાવે છે. હવે, દેશના ઓટોહબ બનેલા ગુજરાતમાં પણ તેઓ મૂડીરોકાણ કરવાના છે.રૂપાણીના પ્રો-એકટીવ પ્રો-પીપલ અભિગમ અને ક્રિસ્ટલ ક્લિયર પોલિસિઝ દ્વારા ઉદ્યોગ-વેપાર-વણજને પ્રોત્સાહિત કરી મહત્તમ સ્થાનિક યુવા રોજગાર અવસર પ્રદાન કરવાના શાસનમંત્રમાં શાંધાઇનો આ પેસેન્જર કાર, કોમર્શિયલ વાહન, ઉત્પાદનનો પ્રોજેકટ એક નવું સીમાચિન્હ બનવાનો છે. શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન સાથે અન્ય પાંચ જેટલી એન્સીલીયરી ઉત્પાદન કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરશે તેમાં Yan feng-યાનફંગ,  Huichoung હુઇયોંગ, Waling Industry, Ling Yun લીંગયુન, Sevic સીવીકનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થતાં તેને આનુષાંગિક ઉત્પાદન-એન્સીલીયરી ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે અને રોજગારના વધુ અવસરો યુવાધનને મળતા થશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mercedes Benz એ લોંચ કરી મનમોહક અને જીવંત નવી GLA, જાણો ફિચર્સ અને કિમંત