Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં
, બુધવાર, 5 જુલાઈ 2017 (12:49 IST)
થોડા સમય અગાઉ આનંદીબેનનું નામ રાજ્યપાલ બનાવવા માટે ચર્ચાએ ચડ્યું હતું. ત્યારે તેમણે હું ક્યાંય નથી જવાની ગુજરાતમાં જ રહેવાની છું એવું નિવેદન પણ આપ્યું હતું, ત્યારે હવે દેશના ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેના ઉમેદવારી પત્રો  18મી જુલાઇ સુધીમાં સ્વીકારવામાં આવશે, ઉમેદવારે 15 હજાર રૂપિયાની ડિપોઝિટ મૂકવાની રહેશે. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ એવું માને છે કે આનંદીબહેને વર્ષો સુધી પાર્ટીમાં જે યોગદાન આપ્યું અને મુખ્યમંત્રી તરીકે પણ તેમણે કોઇપણ ખચકાટ વિના રાજીનામું આપ્યું ત્યારે તેમની કામગીરીની કદર સ્વરૂપે તેમને આ ઉચ્ચ પદ માટે પસંદ કરાય તેવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.