Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં મોદીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા ૧૪૫૦ બસો ફાળવાઈ: ગામડાંના અનેક રૂટ્સ રદ કરાયા

રાજકોટમાં મોદીના કાર્યક્રમમાં  જનમેદની એકઠી કરવા ૧૪૫૦ બસો ફાળવાઈ: ગામડાંના અનેક રૂટ્સ રદ કરાયા
, ગુરુવાર, 29 જૂન 2017 (15:24 IST)
નરેન્દ્ર મોદી આજીડેમમાં નર્મદા નીરના અવતરણ માટે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે જનમેદની એકઠી કરવા માટે ૧૪૫૦ એસ. ટી. બસો ફાળવવામાં આવી છે. આથી ગામડાંના મોટાભાગના રૂટ બંધ કરી દેવામાં આવશે. એસટી નિગમ દ્વારા ત્રણ સ્થળોએ કંટ્રોલ રૂમ  કાર્યરત કરવામાં આવ્યો છે. એસ. ટી. નિગમની ૧૪૫૦ બસો ફાળવવામાં આવી છે જેમાં રાજકોટ ડિવિઝનની ૧૨૫ તેમ જ અમદાવાદ, વડોદરા, અમરેલી, જામનગર અને જૂનાગઢ ડિવિઝનમાંથી પણ એસટી બસો મગાવવામાં આવી છે.

ગુરુવારે નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે, રેસકોર્સ ખાતે અને આજી ડેમ ખાતે દિવ્યાંગો અને નર્મદા નીર અવતરણનો જબરો કાર્યક્રમ છે, દિવ્યાંગો અને લોકોને લાવવા-લઈ જવા અંગે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ એસટી તંત્રને કુલ ૧૪પ૦ એસ. ટી.બસ ફાળવવા ઓર્ડર કરાયો છે અને તે સંદર્ભે રાજકોટ એસ. ટી. ડિવિઝન દ્વારા કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. એસ. ટી.ના ડિવિઝનલ નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે કુલ ૧૪પ૦ બસ ફાળવવામાં આવી છે. રાજકોટ ડિવિઝનની ૧રપ બસ તથા અમદાવાદ, વડોદરા, અમરેલી, જામનગર, જૂનાગઢ અને ભાવનગરથી બસો મગાવાઈ છે. આજી ડેમના કાર્યક્રમ માટે ૯૦૦ અને રેસકોર્સ ખાતેના કાર્યક્રમ માટે પપ૦ બસો અપાઈ છે, રાત્રે આ તમામ બસો પોતાના રૂટ ઉપર પહોંચી જશે. દરેક બસના થઈને કુલ ૧પ૦૦ ડ્રાઈવર અને ૮૦ સુપરવાઈઝરોની ટીમ ઊતારવામાં આવી છે. કુલ ત્રણ સ્થળે ક્ધટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. આજી ડેમ - રેસકોર્સ અને રાજકોટ ડેપોનો સમાવેશ થાય છે. અત્રે એ નોંધનીય છે કે, કુલ ૧૪પ૦ બસો રોકી લેવાતા પાંચ હજારથી વધુ ટ્રીપો રદ કરી છે, ગ્રામ્ય અને શહેરના રૂટોમાં પ૦ ટકા કાપ મુકાયો છે, હજારો મુસાફરોને બે દિવસ ભારે હાલાકી ભોગવવી પડશે. દરેક બસના નંબર, ડ્રાઈવરોના મોબાઈલ નંબર લઈ લવાયા છે, દરેક બસ જીપીએસ સિસ્ટમથી સજ્જ છે, ડ્રાઈવર જો મોડા પડે તો તરત જ તેનો સંપર્ક કરી શકાશે. જીપીએસ સિસ્ટમ ઉપર રાતથી જ બે સ્ટાફની નિમણૂક રહેશે. જેઠવાએ ઉમેર્યું હતું કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા ઉપરાંત, ચોટીલા-ટંકારા, મોરબી-હળવદ, સુરેન્દ્રનગર, પડધરી-કાલાવાડથી દિવ્યાંગો અને લોકો આવશે. તમામ પ્રકારની એસ. ટી. તંત્રે તૈયારી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાત્મા ગાંધીજીના દોઢ લાખ હસ્ત લિખિત પત્રો હવે આર્કાઈવ્સમાં સચવાશે