Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઊઘાડી લૂંટઃ મલ્ટિપ્લેક્સમાં સલમાન ખાન દર્શકોને મોંઘો પડ્યો

ઊઘાડી લૂંટઃ મલ્ટિપ્લેક્સમાં સલમાન ખાન દર્શકોને મોંઘો પડ્યો
, શનિવાર, 24 જૂન 2017 (13:13 IST)
એક રીપોર્ટ મુજબ મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા આવનારા દર્શકો પાસેથી ખાણીપીણી માટે બેફામ ભાવ લેવાતા હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગના સચિવને પણ કરવામાં આવી છે. એટલું જ નહીં તાજેતરમાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટની રવિવારની ટિકિટના ભાવ કેટલાક મલ્ટિપ્લેક્ષમાં રૂ. ૬૦૦ને વટાવી ગયા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.  ગ્રાહક વિષયક બાબતોના નિષ્ણાંત કે.કે. બજાજે આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો છે અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગ ઉપરાંત ખુદ મુખ્યમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે,‘સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટનું બુકિંગ કરાવવા જતા પીવીઆર અને સિનેપોલિસ જેવા મલ્ટિપ્લેક્ષની ટિકિટના ભાવ ઇદ ઉપરાંત શનિ-રવિની રજાઓમાં બમણા કરી દેવામાં આવ્યા છે અને તે ૬૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જે દર્શાવે છે કે મલ્ટિપ્લેક્ષના સંચાલકો દ્વારા મનફાવે તેમ ટિકિટના ભાવ લઇ પ્રેક્ષકોને લૂંટવામાં આવતા છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારનું નિયંત્રણ લાદવામાં આવ્યું નથી.

અવારનવાર મોટા સ્ટાર્સની ફિલ્મો તહેવારો સમયે રિલીઝ થાય ત્યારે ત્યારે ટિકિટના ભાવમાં બેફામ ભાવવધારો ઝીંકી દેવામાં આવે છે. આ વલણ ગેરવ્યાજબી હોવાથી તેને અટકાવવા માટે એક રેગ્યુલેટ્રી બોડી બનાવવી જોઇએ. વસ્ત્રાપુર અને થલતેજમાં આવેલા મલ્ટિપ્લેક્ષમાં ૩૦૦, ૪૫૦ અને ૬૧૦ સુધીના ટિકિટના ભાવ થઇ ગયા છે.’બીજી તરફ મલ્ટિપ્લેક્ષમાં બાળકો અને કુટુંબ સાથે ફિલ્મ જોવા જતા ગ્રાહકોને ખાણીપીણી માટે પણ અનેકગણા વધુ ભાવ ચુકવવા પડે છે. અનેક વસ્તુઓના ભાવ તો ૩૦૦થી ૪૦૦ ટકા જેટલા ઉંચા હોય છે. તેમણે જણાવ્યું હતું કે,‘આ સમગ્ર બાબતે અગાઉ પણ રજૂઆત કરી હતી, પરંતુ આશ્ચર્યની બાબત છે કે તેમાં સરકારના સંબંધિત વિભાગ દ્વારા આજદિન સુધી કોઇ પગલા લેવાયા નથી. મલ્ટિપ્લેક્ષમાં મીનરલ વોટરની ૫૦૦ મીલી.ની બોટલ માટે રૂ. ૫૦થી ૬૦ લેવાય છે. આવી બોટલ્સ પર એમઆરપી પણ હોતી નથી. ફિલ્મ જોવા જવું એ સામાન્ય માણસ માટે આજના સમયે એક માત્ર મનોરંજનનું સાધન છે. ત્યારે મલ્ટિપ્લેક્ષના સંચાલકો દ્વારા આડકતરી રીતે ગ્રાહકોનું થતું શોષણ અટકાવવા કાર્યવાહી કરવી જોઇએ.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Biggest Quran - ક્રિકેટર પઠાણબંધુઓના કાકા 75 ઇંચ લાંબા અને 41 ઇંચ પહોળા કુર્આનની સાચવણી કરે છે