તલાલા નગરપાલિકામાં ભાજપે કેસરીયો કર્યો છે. 24 બેઠકો ધરાવતી કોંગ્રેસના હાથ પર રહેલી આ પાલિકા હવે ભાજપે જીતી લીધી છે. થોડા મહિના અગાઉ કોંગ્રેસના પાલિકા પ્રમુખ અર્ચનાબેન ડોબરીયાએ કોઈ કારણોસર રાજીનામુ ધરી દીધું હતું. તેના લીધે પાલિકાના પ્રમુખની આજરોજ એટલે કે 9 જૂને ચૂંટણી યોજાઇ. કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાતા ભાજપ ના ભુપત હિરપરા નગરપાલિકાના પ્રમુખ બન્યા. શુક્રવારે તાલાલા નગરપાલિકા પ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપતભાઈને 13 સભ્યોનો ટેકો મળતા તે પ્રમુખ પદે ચૂંટાયા છે.
ભૂતકાળમાં ભાજપના 11 જ્યારે કોંગ્રેસના 13 સભ્યો હતા. પરંતુ આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યો ઉષાબેન મુકેશભાઈ લક્કડ અને જતીનભાઈ ગઢીયા ભાજપમાં જોડાતા ભાજપને બહુમતી મળી અને ભાજપના ભુપત હિરપરા પ્રમુખ બનતા ભાજપ કાર્યકરો ખુશ થઇ ગયા છે. તાલાલા નગર પાલિકા ભાજપે કોંગ્રેસ પાસે થી આંચકી છે જેના કારણે ભાજપ ગેલમાં આવ્યું છે. બીજી તરફ આવનારી વિધાનસભા ચૂંટણી માં પાલિકા ચૂંટણી ની મોટી અશર પડશે તેવું રાજનીતિ તજજ્ઞો માની રહયા છે