Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કેવડિયા કોલોની નજીક બનશે ટાઈગર સફારી પાર્ક

ગુજરાતમાં કેવડિયા કોલોની નજીક બનશે ટાઈગર સફારી પાર્ક
, બુધવાર, 24 મે 2017 (13:18 IST)
ગુજરાતની પ્રજા સૌરાષ્ટ્રમાં સાસણ ગીરમાં સિંહ દર્શન કરીને આનંદ લઈ રહી છે ત્યારે હવે તેના આનંદમાં બમણો વધારો થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં કેવડિયા કોલોની નજીક ટાઈગર સફારી પાર્ક સ્થપાવાની તૈયારીઓ થઈ રહી છે.  2018 સુધીમાં ગુજરાતના લોકો પણ ટાઈગર સફારીની મજા લઈ શકે છે. ગુજરાતના વન વિભાગે તિલકવાડા વિસ્તારમાં લગભગ 40 હેક્ટર્સ જમીન ટાઈગર સફા, Tરી માટે શોધી છે. વન વિભાગ તરફથી પરમિશન મેળવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવ્યુ છે.

એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટને ફેન્સિંગનું કામ શરુ કરવા માટે 2 કરોડ રુપિયા મળી પણ ગયા છે.  સાસણગીર પાસે આવેલી લાયન સફારીની જેમ જ આ ટાઈગર સફારી બનાવવામાં આવશે. આ વિસ્તાર સરદાર સરોવર ડેમથી માત્ર 20 કિલોમીટર જ દૂર છે. અન્ય એક સીનિયર ઓફિસરના જણાવ્યા અનુસાર, એક વાર ફાઈનલ અપ્રૂવલ મળી જાય પછી આ અરજી સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે વાઘને ક્યાંથી લાવવા. અધિકારીના જણાવ્યા અનુસાર, આ 40 હેક્ટર પાર્કમાં 8 ઝુ-બ્રિડ વાઘ હશે, અને ચાર વાઘના બચ્ચા હશે. કેવડિયાથી આવતા ટૂરિસ્ટનું આ સેન્ટ્રલ અટ્રેક્શન હશે. આ પ્રોજેક્ટના પહેલા ફેઝના પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ માટે 4 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. દેવલિયા લાયન સફારીની જેમ અહીં પણ ટૂરિસ્ટ બંધ બસમાં બેસીને નજીકથી વાઘને જોવાનો લ્હાવો લઈ શકશે. ગુજરાતના જંગલ અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કહે છે કે, કેવડિયા ડેમ સાઈટ પાસે ટાઈગર પાર્ક તૈયાર કરવામાં આવશે. ટૂરિસ્ટ માટે તે મેજર અટ્રેક્શન રહેશે. ત્યાં રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવાનો પણ વન વિભાગનો પ્લાન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું શંકરસિંહ ખરેખર જાય છે? અમદાવાદમાં લાગેલા પોસ્ટરોમાં બાપુ ગાયબ થયાં?